પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 14-5-2010, અમદાવાદ
સ્વામીશ્રી ભોજન અંગીકાર કરી રહ્યા હતા. સામે બેઠેલા સંતોએ આજના ભેળસેળિયા જમાનામાં ભોજનથી થતા રોગોની વાતો કરી. રોગમાંથી દવાઓની વાતો નીકળી અને એમાંથી આજે અમર થવા માટે વૈજ્ઞાનિકો કયા કયા નુસખા અજમાવે છે એની વાતો પણ નીકળી.
આ બધી વાતો સાંભળીને છેલ્લે સાર કહેતાં સ્વામીશ્રી કહે : ‘જેટલા જીવે છે એ કોઈ મરે જ નહિ, તો તો પૃથ્વી ઉપર પગ મૂકવાનું રહે જ નહિ. એટલે જ ભગવાને આ ગોઠવણ કરી છે. જન્મ્યા ત્યાંથી જરૂર જાણો... વહેલું-મોડું મૃત્યુ તો આવે જ છે. એ ભગવાનનો ક્રમ છે.’
Vachanamrut Gems
Gadhadã II-59:
The Opportunity to Serve God's Sant
“Furthermore, only those who have accumulated a great number of merits from performing good deeds receive the opportunity to serve God’s Sant, but those who have a few merits do not. So, one should develop affection for God’s Sant just as one has affection for one’s wife, son, parents or brother. Due to this affection, then, the jiva becomes absolutely fulfilled.”
[Gadhadã II-59]