પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૮૨
લંડન, તા. ૧૬-૬-૧૯૭૦
સાંજે મંદિરમાં ગયા. કોઈ હરિભક્તે 'ડેઇલી ટેલિગ્રામ' દૈનિકમાંથી 'વેધર રિપોર્ટ' યોગીજી મહારાજને વાંચી સંભળાવ્યો : 'છેલ્લા અઠ્યાવીસ દિવસથી સખત ગરમી છે. એક ટીપું વરસાદ નથી પડ્યો.... છેલ્લે ૧૯૫૯માં આવી ગરમી પડી હતી...'
સ્વામીશ્રી કહે, 'હજુ આપણે છીએ ત્યાં સુધી ગરમી પડે....'
ખાવાપીવાની વાત નીકળી. કોઈકે કહ્યું કે અહીં ઠંડીને લીધે ખેતી ઓછી, તે ખાવું પડે.
'આપણા સત્સંગી કેટલી મજૂરી કરે છે, એ ક્યાં ખાય છે ? નિયમ-ધર્મ પાળે છે....' સ્વામીશ્રીએ કહ્યું.
અભક્ષ્ય ખાતા-પીતા લોકો ઉપર સ્વામીશ્રીએ અણગમો બતાવ્યો.
ડૉક્ટર સ્વામી કહે, 'આ લોકો ખટપટ કરે નહિ. બધાં પોતપોતાનું કામ કરે. અભાવ-અવગુણ નહિ....'
'એમાં શું ? પાપના ભરેલા છે. કોણ કોનો અવગુણ લે...!' સ્વામીશ્રીએ જણાવ્યું.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-16:
Shraddhã – the means to greatness
“… In the same way, if a person has abundant shraddhã, then even if he has only recently become a satsangi, he will still become great…”
[Gadhadã II-16]