પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 11-5-2010, અમદાવાદ
હિંમતનગર રહેતા અમૃતતનય સ્વામી કહે : ‘હિંમતનગરમાં રહીએ છીએ, પણ ઘણી વખત હિંમત ખૂટી જાય છે.’
સ્વામીશ્રી તરત જ કહે : ‘હિંમત ખૂટી જાય તો સત્સંગ થાય કઈ રીતે ? બધી વાતમાં હિંમત, હિંમતની તો વાતો કરો છો, તો હિંમત ખૂટતી હશે ? ભગવાન અને સંતનું બળ રાખવું, એટલે મોળા ન પડાય.’
ઘણી વખત આદિવાસી વિસ્તારોમાં વિચરણ કરીને સત્સંગ કરાવવામાં ધીરજ ખૂટી જાય એવું બને, ત્યારે સ્વામીશ્રી બળભર્યા શબ્દો દ્વારા સંતોને પ્રેરણા આપીને પુનઃ ઉત્સાહિત કરી દે છે.
Vachanamrut Gems
Vartãl-1:
Conviction of God's From is Nirvikalp Samadhi
“… In the same manner, regardless of whether a person has controlled his prãns or not, if he has a firm conviction of the manifest form of Shri Krishna Bhagwãn – without any form of doubts whatsoever – then he has attained nirvikalp samãdhi.”
[Vartãl-1]