પ્રેરણા પરિમલ
વહેમનાં જાળાં છેદાયાં
મુલાકાતો દરમ્યાન એક ભાવિક પ્રમુખસ્વામી મહારાજનાં દર્શને આવ્યા. તેઓ ખૂબ જ ભણેલા છે, પરંતુ હતાશાને લીધે તેઓના મનમાં એવો વહેમ ઘૂસી ગયો હતો કે હું વારે વારે માંદો પડું છુ, એની પાછળ મેલી વિદ્યાનો કો'ક પ્રયોગ થયેલો છે. આને કારણે તેઓ વ્યસનો ને ભૂવા-જાગરિયા પાછળ પૈસા ગુðમાવી રહ્યા હતા.
સ્વામીશ્રીએ તેઓને વાસ્તવિકતા સમજાવીને બળ આપતાં કહ્યું, 'તમે ખોટા વહેમમાં ફસાશો નહિ, માંદા પડવું એ તો દુનિયાનો ક્રમ છે. એને કારણે વ્યસનમાં જવાનો કોઈ અર્થ નથી. વ્યસન કરશો, તો વધારે માંદા પડશો. જાણીને કૂવામાં પડવું નથી. ખોટા દોરા-ધાગા કરશો નહિ. મંત્ર-જંત્રની વાત છે, પણ એમાં ફાયદો ભૂવાને થશે. એ લોકો તમને વધારે ફસાવશે કે તેં આમ ન'તું કર્યું ને આમ નથી કરતો. એમ કહીને પૈસા પડાવશે, એટલે તબિયત અને વ્યવહાર બંને બગડશે. માટે ખોટા વહેમમાં પડ્યા વગર ભગવાનનો આશરો રાખજો ને પ્રાર્થના કરજો. અમે પણ પ્રાર્થના કરીશું, જેથી વિચાર પણ સારા આવે ને ભગવાન તમારી તબિયત પણ સારી રાખે.'
સ્વામીશ્રીની અસ્ખલિત પ્રેમધારાએ એમની ભ્રમણાનાં જાળાં છેદી નાખ્યાં.
Vachanamrut Gems
Gadhadã II-1:
Infatuation for the Alluring Vishays
"… Thus, as long as the chitt is attracted by alluring vishays, infatuation cannot be eradicated. Moreover, if the Sant or one's guru or one's Ishtadev - God - should criticise a vishay towards which one's chitt has been lured, one would become upset with them and even malign them; one would not be able to accept their words. Such an experience in one's heart should be known as infatuation…"
[Gadhadã II-1]