પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૮૦
લંડન, તા. ૧૪-૬-૧૯૭૦
આજે સવારે યોગીજી મહારાજના ઓરડામાં લગભગ ૫-૨૦ વાગે હું ગયો હોઈશ.
'ઈશ્વર સ્વામી છે ? કોણ ?' સ્વામીશ્રીએ રોજની જેમ પૂછ્યું.
'હા.'
'આજે શાસ્ત્રીજી મહારાજે દર્શન દીધાં. આજે પ્રતિષ્ઠા ખરી ને ! મહારાજની તિથિ તે શાસ્ત્રીજી મહારાજ સારંગપુરમાં પાટ ઉપર બિરાજ્યા હતા. વહેલા ચાર વાગે ને નાહી-ધોઈને બેઠા હતા ને કેરી ચૂસતા હતા. તે હું બાજુમાં સૂતો હતો. તે મને ઉઠાડ્યો નહિ. હું જાગી ગયો ને જોયું તો શાસ્ત્રીજી મહારાજ ખુલ્લે શરીરે બેઠા હતા ને તેજસ્વી મુખારવિંદ ને કેરી ચૂસે ! મેં પૂછ્યું. મને કહે - આજે ચાર વાગે ઊઠ્યો. નાહી-ધોઈને પૂજા કરી ને પછી આરતીનાં દર્શન કર્યાં. ત્યાં હરિભક્તો કેરીનો કરંડિયો પ્રેમથી લાવ્યા. બહુ આગ્રહ કર્યો. શાસ્ત્રીજી મહારાજે ના પાડી. અત્યારના નહિ. પછી બહુ પ્રેમથી આગ્રહ કર્યો ને કેરી ધોઈને ધરાવી ને ચૂસતા હતા. એવાં સરસ દર્શન થયાં...'
'ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢમાં કેરી ચૂસતા હતા. પછી ગોટલો પ્રસાદીનો હરિભક્તોએ લીધો. સ્વામી કહે, 'કારણ, શરીર બળી ગયું.' ડબામાં વાવ્યો પણ ઊગ્યો નહિ, એવું થયું. આજે મહારાજની તિથિ ખરી ને ? ને વળી, મૂર્તિપ્રતિષ્ઠા તે દર્શન થયાં. હું રાહ જોતો હતો. તમે ક્યારે આવો તે વાત કરું. હમણાં જ દર્શન થયાં ને સૂતો. ને થયું કે ઈશ્વર સ્વામીને સાદ કરું. તે હશે તો આવશે. તો પ્રેમથી વાત કરું...'
પછી આશાભાઈ સુરતવાળા ગુલાબનો સુંદર હાર લાવ્યા. તે સ્વામીશ્રીને પહેરાવવા જતા હતા. સ્વામીશ્રી કહે, 'ઠાકોરજીને પહેરાવો, આજે તમારી પહેલી સેવા થઈ. આજે મહારાજની તિથિ !'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-17:
Undistorted Understanding
“Therefore, the understanding of a person who has developed an unflinching refuge of God will not become distorted, regardless of whether he is very learned in the scriptures, or he is naïve…”
[Gadhadã II-17]