પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 29-4-2017, અમદાવાદ
સ્વામીશ્રી મંદિરે પધારી સૌપ્રથમ અભિષેક મંડપમ્માં પધાર્યા. દર્શન-અભિષેક-પ્રદક્ષિણા કરીને તેઓએ દંડવત કરવાની ઇચ્છા વ્યક્ત કરી. સ્વામીશ્રીની અશક્તિને ધ્યાનમાં રાખીને વડીલ સંતોએ દંડવત ન કરવા સ્વામીશ્રીને વિનંતી કરી.
સ્વામીશ્રી કહે : ‘પહેલી વાર છે એટલે...’
નમતું જોખતાં સંતોએ કહ્યું : ‘પણ ઉપર કરો તો સારું...’ સ્વામીશ્રીએ વિનંતી સ્વીકારી.
સ્વામીશ્રી કારણ ઊભું કરીને પણ ભક્તિ અદા કરવાની એક પણ તક ચૂકતા નથી.
Vachanamrut Gems
Gadhadã II-17:
God is Uninfluenced
“… Therefore, God is certainly not subject to change; He is absolutely uninfluenced.”
[Gadhadã II-17]