પ્રેરણા પરિમલ
એ જ કરવા આવ્યા છીએ...
ભોજન દરમ્યાન રાજકોટના કાર્યકરોએ પ્રમુખસ્વામી મહારાજ સમક્ષ 'અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પ્રવર્તક શાસ્ત્રીજી મહારાજ' વિષયક ગોષ્ઠિ રજૂ કરી. સ્વામીશ્રી આ ગોષ્ઠિ જોઈને ખૂબ રાજી થયા અને કહે, 'આપણે તો કાયમ એની એ જ વાત કરવાની છે - અક્ષર અને પુરુષોત્તમ... અક્ષર અને પુરુષોત્તમ... જેમ રોજ ભાત-દાળ અને શાક ખાઈએછીએ ને ! બીજુ કાંઈ થાય છે ? એમ આ વાત કરે જ છૂટકો છે.'
આટલું કહેતાં સામે બેઠેલા દામજીભાઈ ટાંકને કહે, 'તમે આૅફિસે જઈને શું કરો છો? ટેલિફોનનું જ કામ ને?'
'હા. એ જ ને.'
'બીજે દહાડે શું કરવાનું ?'
'એ જ.'
એટલે સ્વામીશ્રી કેફથી કહે, 'આ પણ એવું જ છે. જેમ ટેલિફોનનું કામ કરવામાં કોઈ દિવસ કંટાળો આવતો નથી, એમ આકામ કરવામાં પણ કંટાળો આવવો ન જોઈએ. આપણે એ જ કરવાનું છે. અને એ જ કરવા આવ્યા છીએ.'
સ્વામીશ્રીએ સિદ્ધાંત પ્રવર્તન માટે સૌને ખૂબ પ્રોત્સાહિત કર્યા.
Vachanamrut Gems
Kãriyãni-12:
Listening to Spiritual Discourses with Faith and Love
Thereafter, Shriji Mahãrãj said, "Regardless of how lustful, angry, greedy or lewd a person may be, if he listens to these types of discourses with faith and love, all of his flaws would be eradicated…"
[Kãriyãni-12]