પ્રેરણા પરિમલ
નામ પર પગ પડે તો અપરાધ થાય...
એટલાન્ટા (અમેરિકામાં) સ્વામીશ્રી સ્નાન કરીને બહાર આવ્યા. રૂમમાં મખમલનો કિંમતી ગાલીચો પાથર્યો હતો. તેમાં એક છેડા પર ઊભા રહી સ્વામીશ્રી ધોતિયું પહેરતા હતા. સેવક સંતે ગાલીચાની મધ્યમાં ઊભા રહી ધોતિયું પહેરવા આગ્રહ કર્યો.
સ્વામીશ્રીએ ના પાડી. સેવક સંત હાથ પકડી સ્વામીશ્રીને ગાલીચા પર લાવવા મથ્યા. સ્વામીશ્રી આવે જ નહીં.
સંતે પૂછ્યું, 'કેમ આવતા નથી ?'
સ્વામીશ્રી કહે : 'ગાલીચાના મધ્યમાં 'જય સ્વામિનારાયણ' લખ્યું છે. સ્વામિનારાયણના નામ પર પગ મૂકાય જ નહીં. ને જેના પર પગ પડે એવી વસ્તુ પર આવું ન લખવું જોઈએ. દીવાલ પર લખવું. આના પર કોઈના પગ પડે તો અપરાધ થાય.'
ભગવાન સ્વામિનારાયણના નામનો કેટલો મહિમા !
Vachanamrut Gems
Loyã-10:
Maya Causes Misery and Happiness
"… Similarly, to those who are non-believers, mãyã causes attachment and intense misery, while to a devotee of God, that same mãyã is the cause of intense happiness. Also, the entities that have evolved out of mãyã - the indriyas and the antahkaran, and their presiding demigods - all support the bhakti of God. Therefore, for a devotee of God, mãyã is not a cause of misery; it is a source of great happiness."
[Loyã-10]