પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 29-4-2017, અમદાવાદ
સ્વામીશ્રી કોલકાતાથી વિમાનમાં અમદાવાદ પધાર્યા. ઍરપોર્ટથી ગાડીમાં વિરાજીને આવશ્યક તપાસ કરાવવા સીધા ‘બી.એ.પી.એસ. યોગીજી મહારાજ હૉસ્પિટલ’માં પધાર્યા. તપાસ પૂર્ણ કરીને આરામમાં પધાર્યા. જાગ્રત થઈને બીજાની ચિંતા કરતાં સ્વામીશ્રીએ પૂછ્યું : ‘અહીં કોઈ સંતો દાખલ થયેલા છે ?’
સેવક મુનિચિંતનદાસ સ્વામીએ જણાવ્યું કે ‘એક હરિનારાયણદાસ સ્વામી છે.’
‘ચાલો, એમને મળવા જઈએ.’ સ્વામીશ્રીએ કહ્યું.
સેવકે જણાવ્યું કે ‘આપ બેસો. તે આપના આશીર્વાદ લેવા આવી જશે.’
થોડી વારમાં હરિનારાયણદાસ સ્વામી આવ્યા. તે સ્વામીશ્રીના આશીર્વાદ લેતા હતા ત્યારે મુનિચિંતનદાસ સ્વામીએ સ્વામીશ્રીને પૂછ્યું : ‘આમને આપ (ધામમાંથી) કેટલી વાર લઈ આવ્યા ?’
‘ત્રણ વાર.’ સ્વામીશ્રી કહ્યું.
હરિનારાયણદાસ સ્વામી કહે : ‘આપે આશીર્વાદ આપ્યા પછી દુઃખાવો થયો જ નથી.’
સ્વામીશ્રી વાતોનો સઢ પોતાની અસામર્થી તરફ વાળવાનો પ્રયત્ન કરતાં કહે : ‘દેવગઢ બારિયામાં મારી આંગળી ફોલ્ડિંગ ખુરશીમાં આવી ગઈ હતી, ત્રણ દિવસ દુઃખી...’
પોતાનું અસમર્થપણું બતાવીને સ્વામીશ્રીએ ઐશ્વર્ય છુપાવવાનો પ્રયત્ન કર્યો, પણ આ પ્રસંગના તો સૌ સાક્ષી છે કે સ્વામીશ્રીના જ ઐશ્વર્યથી હરિનારાયણદાસ સ્વામીને નવજીવન મળ્યું હતું.
Vachanamrut Gems
Gadhadã II-13:
The Means to Overcoming One's Weaknesses
“… When you thoroughly realise God as such, you will encounter no obstacles on the path to liberation. Without such firm understanding of the nature of God, though, one will never be able to overcome one’s weaknesses, regardless of the amount of renunciation one maintains or the number of fasts one performs.”
[Gadhadã II-13]