પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૭૮
લંડનથી લેસ્ટર, તા. ૬-૬-૧૯૭૦
આજે લંડનથી લેસ્ટર જવા માટે બપોરે ચાર વાગે નીકળ્યા. રસ્તામાં બેનબરીમાં એક પધરામણી કરી અને લેસ્ટર સાડાઆઠ વાગે પહોંચ્યા. પહેલાં લોફબરોમાં સભામાં જવાનું હતું. બે કલાકથી લોકો રાહ જોતા બેઠા હતા. પોણા નવ વાગે લોફબરો પહોંચ્યા. અહીંથી પોણા દસ વાગે નીકળી એક પધરામણી કરી પાછા લેસ્ટર આવવા નીકળ્યા. લેસ્ટરમાં જ્યાં ઉતારો હતો એ સરનામું અમારી પાસે ન હતું. તેથી ભૂલા પડ્યા. યોગીજી મહારાજ બહુ થાકી ગયા હતા. વારે વારે કહે, 'ઉતારા ભેગા કરો...' પણ મોડું વધુ થતું જાય. અગિયાર વાગે પહોંચ્યા. પછી સ્થાનિક હરિભક્તોએ સ્વાગત કર્યું. સ્નાનાદિકથી પરવારી બાર વાગે આરામમાં પધાર્યા.
અમે ભૂલા પડ્યા તે દરમિયાન મોટરમાં સ્વામીશ્રીનું હસવું સમાતું નહોતું. એમાં એમણે એક વાત કરી. એટલા તો હસે કે આપણને શું બોલે છે, એ સમજાય નહિ. 'એક બ્રાહ્મણ સરાવતો હતો. તે કણબીના છોકરાને કહ્યું, જેમ બોલાવું એમ બોલ. પછી કહે, મારીશ. તો છોકરો કહે, હું મારીશ, એમ કહી બ્રાહ્મણને માર્યો. તે બ્રાહ્મણ અધમૂઓ થઈ ગયો ને કહે, સરાવણું નો કરવું, એમ આપણે ક્યાં જઈએ છીએ એ જ ખબર નથી.'
આમ, સ્વામીશ્રી અકળામણના ઘણા પ્રસંગોમાં રમૂજ કરી વાતાવરણ હળવું કરી દેતા. આવી જૂની જૂની રમૂજી વાતો સ્વામીશ્રી પ્રસંગોપાત્ત કરતા ને સૌને બ્રહ્માનંદ કરાવતા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-16:
The Importance of Niyams
“… However, if a person does not observe these niyams, then regardless of how intense his vairãgya may be, or how much gnãn he may possess, he will not remain stable in any way…”
[Gadhadã II-16]