પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 14-4-2017, નૈરોબીથી અમદાવાદ જતાં વિમાનમાં
અમદાવાદથી નૈરોબી અને નૈરોબીથી સાઉથ આફ્રિકાની યાત્રામાં જેણે પરિચારક તરીકે ખૂબ સારી સેવા કરી હતી તે કર્ટ આજે પણ સ્વામીશ્રીની સેવામાં હાજર હતા. સ્વામીશ્રી પ્રત્યે તેને ખૂબ જ ગુણાનુરાગ હતો.
આજે તેને ગુડફ્રાઇડેનો નિર્જળા ઉપવાસ હતો. સ્વામીશ્રી તે સાંભળીને, રાજી થઈને, તેને પારણાં માટે પ્રસાદ આપવા લાગ્યા. તેમાં હેઝલ નટ બતાવતાં કહે : ‘મારું ફેવરિટ (પ્રિય).’
કર્ટ ઉત્સાહથી એક ગિફ્ટ લઈ આવ્યો. તેણે સ્વામીશ્રીને તે અર્પણ કરી. સ્વામીશ્રીએ ગિફ્ટ ખોલી. કર્ટે કહ્યું : ‘માલ્ટામાં જે પથ્થરમાંથી ઘરો બને છે તે પથ્થરમાંથી આ કેન્ડલ હૉલ્ડર (મીણબત્તી રાખવાનું સ્ટેન્ડ) બનાવવામાં આવ્યું છે. તે આપને હું ભેટમાં આપું છું.’
સ્વામીશ્રીએ તે સ્વીકાર્યું. પછી કહે : ‘જ્યારે સંત સાથે હેત થાય, ત્યારે નાતિ-જાતિ કાંઈ ન રહે.’
અર્થાત્ મારી ને આ સંતની જ્ઞાતિ જુદી છે, તેવું મુમુક્ષુને ન રહે.
તેવો જ અનુભવ કરી રહેલો કર્ટ બોલ્યો : ‘He (Mahant Swami Maharaj) has love for everyone. He doesn’t see who you are, how (good or bad) you are.’ (તેઓને બધા માટે પ્રેમ છે. તેઓ ‘તમે કોણ છો, કેવા છો’ તે જોતા નથી.)
જેમ વરસાદ ગરીબ-તવંગર, પાપી-પુણ્યશાળી સૌ ઉપર વેરો-આંતરો રાખ્યા વગર સમાનપણે વરસે છે, તેમ સ્વામીશ્રીની હેતલગંગા કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર સૌને સમાન તૃપ્તિ આપે છે.
Vachanamrut Gems
Gadhadã II-16:
Conquering Desires for the Panchvishays the Simple Way
Thereafter, Muktãnand Swãmi asked another question: "Can the desires for the panchvishays be conquered by vairãgya, or can they be conquered by other means?"
Shriji Mahãrãj answered, "Whether or not one has vairãgya, if one diligently observes the niyams prescribed by God, then the desires for the panchvishays can be conquered."
[Gadhadã II-16]