પ્રેરણા પરિમલ
સ્વામીશ્રીમાં હેત
ભાદરણ ગામના નારાયણભાઈ પરસોત્તમભાઈ પટેલ પ્રમુખસ્વામી મહારાજના દર્શને આવ્યા હતા. તેઓની સાથે તેઓનો દસેક વર્ષનો પૌત્ર પણ હતો. નારાયણભાઈ કહે કે, 'આને આપનાં દર્શનનો પ્રાદુર્ભાવ થયો. એટલે અહીં આવી ગયો.' સ્વામીશ્રી તેઓની વાતને ન સમજ્યા. એટલે નારાયણભાઈએ વાત સમજાવતાં કહ્યું, 'એને આપનાં દર્શનનો એટલો બધો વેગ લાગ્યો, એના મનમાં સ્ફુરણા થઈ અને તે કહે મારે બાપાનાં દર્શને જવું જ છે, એટલે આજે અહીં આવી ગયો. અને આપના દર્શન અને આશીષ મળી ગયા.' આ વાત સાંભળી સ્વામીશ્રીએ એ બાળકને પાસે બોલાવ્યો. તેને આશીર્વાદ આપ્યા અને ઉપદેશ આપતાં કહ્યું, 'સારું ભણજે. સત્સંગ રાખજે. રોજ માળા ફેરવવી અને નિયમધર્મ પાળવા.' એમ કહીને બે વાર માથા પર હાથ ફેરવીને આશીર્વાદ આપ્યા.
આણંદનો એક મુમુક્ષુ બાળક પિતાશ્રી સાથે સ્વામીશ્રીના દર્શને આવ્યો. એ બાળકે સ્વામીશ્રીની સામે મોબાઈલ ધરીને ફોટો પાડવાનો પ્રયત્ન કર્યો. એટલે સ્વામીશ્રી તરત જ કહે :'લે પડી ગયો !' એમ કહેતાં એને ફોટો પાડવા દીધો અને પછી એનો હાથ પકડીને થોડોક નજીક લાવીને કહે : 'હવે, અમે તારો ફોટો પાડી દઈએ.' એમ કહેતાં સ્વામીશ્રી કહે : 'રોજ નાહીધોઈને પાંચ માળા સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... કરજે. અને પ્રાર્થના કરજે કે હે મહારાજ ! બુદ્ધિ આપજો. ભગવાન ભજવાનું બળ આપજો અને ભક્તિ કરી શકું એવી બુદ્ધિ આપજો.'
સાવ નાનાં નાનાં બાળકો પણ વાત્સલ્યમૂર્તિ સ્વામીશ્રીની વાત્સલ્યવર્ષાથી ભીંજાય જાય છે !
Vachanamrut Gems
Loyã-11:
Which Forms of God Should be Meditated Upon?
"Moreover, one should only meditate on the form of God that one has attained, not on the forms of the previous avatãrs…"
[Loyã-11]