પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૬૦
મોમ્બાસા, તા. ૮-૫-૧૯૭૦
આજે સવારે ઉતારે ઉકાળાપાન કરી, રવિભાઈના મકાનનું નામકરણ 'અક્ષરધામ' યોગીજી મહારાજે કર્યું અને એનાં નાનાં બોર્ડ પૂજન કરી મકાન બહાર ખોડ્યાં. નવીનભાઈ ફિલ્મ પાડી રહ્યા હતા. મકાનમાં દાખલ થતાં નાના બાળકો સ્વામીશ્રીને કહે, 'આજે અમે નિશાળે નથી ગયા. તમે કહ્યું હતું ને કે પાટોત્સવ છે તે કોઈએ જવું નહિ.'
'આજે પાટોત્સવ છે, આજે આપણે તો અક્ષરધામની નિશાળમાં દાખલ થઈ ગયા...' સ્વામીશ્રીએ બાળઠાવકાઈથી ઉત્તર આપ્યો.
'બાપા ! બંગલાનું નામ 'અક્ષરધામ' સારું પાડ્યું,' બાળકો સ્વામીશ્રી સાથે વાતે ચઢ્યા.
'અહીં મહિના સુધી સંતો રહ્યા, તે અક્ષરધામ થઈ ગયું. હવે બીજું નામ ન હોય. આ તો અક્ષરધામ બની ગયું...' સ્વામીશ્રીએ બાળકોને બાળશૈલીમાં સમજૂતી આપી. બાળકો રાજીના રેડ થઈ ગયા.
'બાપાએ આપણી સાથે વાતચીત કરી !' - કેટલો આનંદ બાળકોને આવ્યો હશે ?
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-18:
Means to Redeeming Five Sins
"… Now, even if a person has committed the five grave sins, if he has faith in God, then at some time or another he will be redeemed…"
[Gadhadã II-18]