પ્રેરણા પરિમલ
સત્યના પક્ષે ભગવાન
હિંમતનગરના વિકાસમાં યોગદાન આપી રહેલા વહીવટદાર શ્રી નેહરા પ્રમુખસ્વામી મહારાજનાં દર્શને આવ્યા હતા. સ્વામીશ્રીનાં પ્રથમ દર્શને જ ખૂબ પ્રભાવિત થતાં તેમણે કહ્યું હતું: 'હું આઇ.એ.એસ. થયો ત્યાં સુધી કોઈ સાધુ, સંતની સંગત થઈ ન હતી, પરંતુ આઇ.એ.એસ. થયા પછી પહેલું જ પોસ્ટીંગ મને અહીં મળ્યું ને ગુજરાતમાં આવ્યા પછી આપની ખૂબ જ વાતો સાંભળી ત્યારથી દર્શન માટેની મને ખૂબ જ ઇચ્છા હતી. આજે એ દર્શનનો સુયોગ થયો એનો મને ખૂબ જ આનંદ છે. મારી ઇચ્છા છે કે હું સત્યના માર્ગે કાયમ ચાલું ને એ સત્યના કામમાં ક્યારેક અવરોધ આવે ત્યારે આપના આશીર્વાદની જરૂર પડશે.'
સ્વામીશ્રીએ તેઓને આશીર્વાદ આપતાં મર્મસભર સૂત્ર કહ્યું, 'સત્યના માર્ગે જે ચાલે છે એના પક્ષમાં હંમેશાં ભગવાન હોય છે.'
Vachanamrut Gems
Loyã-8:
Shraddha and Faith Lead to Progress
"Only he who has shraddhã is praised by a sãdhu, and that is also why he observes dharma more staunchly. Also, he has shraddhã in serving the Sant and in listening to the talks of God. He also has faith in the Sant. Therefore, he has progressed. On the other hand, one who has not progressed despite staying in such association, should be known to lack shraddhã."
[Loyã-8]