પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૭૭
લંડન, તા. ૩-૬-૧૯૭૦
ચાર દિવસ સુધી જુદા જુદા વિસ્તારમાં જુદા જુદા વિશાળ હૉલમાં યોગીજી મહારાજની ૭૯મી જયંતી ખૂબ જ ઉત્સાહપૂર્વક ઊજવવામાં આવી હતી. શહેરની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને ધર્મસંસ્થાઓએ એમાં ભાગ લીધો હતો.
આજે મંદિરમાં જ અંગ્રેજી તારીખ પ્રમાણે સ્વામીશ્રીનો જયંતી સમારોહ હતો. અહીંના રિવાજ પ્રમાણે પ્રફુલ્લભાઈ આજે મોટી સુંદર કેક બનાવી લાવ્યા હતા અને એના ઉપર ૭૯ મીણબત્તીઓ ગોઠવી હતી. સૌ યુવાનોનો એમાં સાથ હતો. બધા યુવાનોની વિનંતીને માન આપીને સૌને યેનકેન પ્રકારેણ રાજી કરવાના હેતુથી સ્વામીશ્રી એમની ભાવનાઓ સ્વીકારતા. યુવકોએ શિખવાડ્યું એ પ્રમાણે પહેલાં ફૂંક મારી મીણબત્તીઓ ઓલવવા લાગ્યા અને પછી કેક કાપી.
આ દર્શન અલૌકિક હતું.
નાના બાળકની જેમ ફૂંક મારવાનો વારંવાર પ્રયાસ કરતા હતા. ચાર ફૂંકમાં સ્વામીશ્રીએ બધી મીણબત્તીઓ ઓલવી નાંખી. તાળીઓના ગડગડાટ અને ખડખડાટ હાસ્યની વચ્ચે યુવાનોએ - 'હેપી બર્થ ડે ટુ યુ...' એ સૂત્રો આનંદ-ઉલ્લાસમાં નાચતાં લલકાર્યા. સ્વામીશ્રી પણ ખૂબ પ્રસન્ન હતા.
ભક્તોની પ્રસન્નતા જોઈ એમની પ્રસન્ન-મુદ્રા વધારે પ્રફુલ્લિત થઈ જતી. આખરે ભક્તોને માટે જ એમનું જીવન છે ને !
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-17:
Only a Devotee can Realise the Greatness of a Devotee
“… Moreover, the greatness of a staunch devotee of God can only be realised by one who is a devotee of God. Regardless of whether one is learned in the scriptures or is naïve, only one with a firm understanding of God realises the greatness of a devotee of God, and only he recognises a devotee possessing a staunch understanding…”
[Gadhadã II-17]