પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 9-5-2010, અમદાવાદ
આજની સભામાં બાળકોએ જુદા જુદા કાર્યક્રમો કર્યા હતા. ‘સ્વામીના બાગમાં ખીલ્યા રે અમે ફોરમતાં ફૂલ’ એ મધ્યવર્તી વિચાર હતો. સ્વામીશ્રીના સંગે નાના નાના બાળકોમાં પણ કેવી દૃઢતા હોય છે ! એવા કેટલાક પ્રસંગો આજની સભામાં રજૂ કરવામાં આવ્યા હતા.
દીપકભાઈએ પોતાની દીકરી દેવાંશીનો પ્રસંગ કહેતાં કહ્યું : ‘મારી દીકરી દેવાંશીને શારીરિક ઘણી તકલીફો છે. એને મુખ્ય રોગ ડાયાબિટીસ છે અને બીજા ઘણા રોગ છે. ડાયાબિટીસ માટે કોઈ કાયમી દવા નથી. એટલે અમે વૈદ્યને બતાવ્યું. વૈદ્યે મારી દીકરીને કહ્યું કે ‘દવામાં લસણ આવે તો ચાલશે ?’ બાપ તરીકે ક્ષણ માટે હું પણ ડગી ગયો હતો, પણ મારી દીકરીએ તરત જ કહ્યું કે ‘લસણ તો બિલકુલ નહીં જ ચાલે. રોગ મટવો હોય તો મટે, પણ ડુંગળી-લસણ બિલકુલ ન ખવાય, મરી જવાય તોય વાંધો નહીં.’
Vachanamrut Gems
Gadhadã II-45:
All Should Remain Vigilant
“… But I do not wish to allow any affection for anything except God to remain. For this reason, then, all of the devotees and munis should remain vigilant.”
[Gadhadã II-45]