પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 19-11-2017, મુંબઈ
સ્વામીશ્રી આજે વિદાય લઈ રહ્યા હતા ત્યારે અભયસ્વરૂપદાસ સ્વામી અર્બન ડેવલપમેન્ટ ઓફ મહારાષ્ટ્રના જોઇન્ટ સેક્રેટરી શ્રીરંગ લાંગેને મળાવવા લાવ્યા. લિફ્ટમાં જ થોડીક ક્ષણોની મુલાકાત થઈ, પણ તેઓ એટલા પ્રભાવિત થયા હતા કે તેઓની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. વળી, તેમણે પોતાનો અનુભવ જણાવતાં કહ્યું કે ‘प्रमुखस्वामी महाराज की आँखों में जैसी दिव्यता थी, जैसी पवित्रता थी, वैसी ही महंत स्वामी महाराज की आँखों में भी है।’
સૌને આટલા સ્પષ્ટ અને સુદૃઢ અનુભવો થાય છે. કારણ, આ એ જ પ્રમુખસ્વામી મહારાજ છે.
Vachanamrut Gems
Gadhadã II-33:
I Have Never Harboured an Improper Thought
“… In fact, I swear by the lives of these paramhansas that from the day I was born to this very day, I have never harboured an improper thought regarding women or wealth, either in the waking state or in the dream state…”
[Gadhadã II-33]