પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 26-4-2017, કોલકાતા
સ્વામીશ્રી જે દિવસે અહીં પધાર્યા તેના આગલા જ દિવસે જબરદસ્ત આંધી અને ધોધમાર વરસાદ પડ્યો હતો, જેને કાળવૈશાખી કહેવામાં આવે છે. અહીં વૈશાખ માસ તથા આગળ-પાછળના દિવસોમાં 4-5 વાર આવું થતું હોય છે. અને સ્વામીશ્રીના રોકાણ દરમિયાન આવા પ્રકારના વાતાવરણની પૂરી આગાહી હતી. સંતોએ આ વાત જણાવીને સ્વામીશ્રીને પ્રાર્થના કરી હતી કે ‘તા. 25 અને 26મીએ આપણા મુખ્ય કાર્યક્રમો છે, તો વરસાદ વિઘ્ન ન કરે...’ સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા હતા કે ‘કાંઈ નહીં થાય.’
આજે તે બીજો દિવસ પણ પૂર્ણ થયો હતો.
સ્વામીશ્રીના આશીર્વાદ પ્રમાણે વરસાદનું એક ફોરુંય ન પડ્યું ! ૐ श्रीप्रकृतिनियामकाय नमः। - સ્વામીશ્રી ખરેખર પ્રકૃતિના નિયામક છે.
Vachanamrut Gems
Gadhadã II-19:
Who is Extremely Wicked?
“… ‘One who shuns such loving bhakti of God and such upãsanã of God, and claims to possess gnãn, believing, ‘I myself am God,’ is extremely wicked.’ ”
[Gadhadã II-19]