પ્રેરણા પરિમલ
'ભગવાન દયા કરશે...'
એક હરિભક્ત પોતાની ગાડીમાં એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હતા. તેઓનાં ધર્મપત્ની પણ સાથે હતાં. અચાનક એ ગાડીમાં આગ લાગી અને પેલા હરિભક્ત તો ગમે એમ કરીને બહાર કૂદી પડ્યા. તેઓનું શરીર પણ બળતું હતું અને તેઓનાં ધર્મપત્ની બહાર ન નીકળી શક્યાં. એટલે આખે આખા ગાડીમાં જ ભુંજાઈ ગયાં. આ હરિભક્તે બહાર રહીને કેટલાય આવતાજતાને વિનંતી કરી, પણ કોઈએ સામે જોયું નહીં, પરંતુ એક દૂધવાળાભાઈ ત્યાંથી પસાર થતા હતા. એણે આ જોયું. એણે પોતાનું બધું જ દૂધ આ હરિભક્ત ઉપર ઢોળી દીધું અને તેઓ બચી ગયા. જો કે બચ્યા પછી પણ પત્નીના વિયોગનું તેઓને દુઃખ હતું અને પોતાના શરીરમાં પણ ખોડખાંપણ રહી ગઈ હતી.
આજે તેઓ સ્વામીશ્રી પાસે પોતાનું હૃદય ઠાલવવા આવ્યા હતા તેમણે કહ્યું : 'બાપા, મેં કોઈ દિવસ કોઈનુંય ખોટું કર્યું નથી, છતાં આમ કેમ થયું ?'
સ્વામીશ્રીએ તેઓને આશ્વાસન અને બળ આપતાં કહ્યું : 'આપણું પ્રારબ્ધ એવું હશે અને ભગવાનની ઇચ્છાથી જે કંઈ થયું એ સારા માટે હશે. ચિંતા ન કરવી. બૈરાની આવરદા આવી ગઈ હશે. અમે પ્રાર્થના કરીશું કે એના આત્માને પણ શાંતિ મળે અને તમને પણ શાંતિ થાય. ભગવાન દયા કરશે અને કોઈ ખોડખાંપણ રહેશે નહીં.' (૧૭-૧૧-૨૦૦૪, ગઢડા)
Vachanamrut Gems
Loyã-4:
Cause of Differences in the Path of Liberation
"In reality, the method for liberation is the same. But because there are three levels in the people who worship - the highest, the intermediate and the lowest - and because there are countless levels in their shraddhã, there are many differences in the path of liberation taken by people. But in reality, the path of liberation is one…"
[Loyã-4]