પ્રેરણા પરિમલ
સઘળો યશ ભગવાનનાં ચરણે
તા. ૨૮-૬-૨૦૦૫, ભાદરા
તાજેતરમાં જ આંધ્રપ્રદેશના હ્યેનમ તાકીનાડા પાસે દરિયામાંથી ગૅસ-તેલક્ષેત્રમાંથી કુદરતી ગૅસનો વીસ ટ્રિલિયમ ઘનફૂટ ગૅસનો જથ્થો પ્રાપ્ત થયો હતો. ક્રિષ્ણા ગોદાવરી બેઝીનમાંથી ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનને આ જથ્થો હાથ લાગ્યો હતો. આ કોર્પોરેશનના મુખ્ય અધિકારી સુરેશજીએ આજે સ્વામીશ્રીને ફોન કરતાં એ વાતની યાદ અપાવી હતી કે આજથી થોડાંક વર્ષો પહેલાં ધોળકામાં અમે આપના આશીર્વાદ લેવા માટે આવ્યા હતા, એ વખતે આપે ત્રણ પુષ્પો ઠાકોરજીના પ્રસાદીનાં કરીને આપ્યાં હતાં અને કહ્યું હતું, 'પ્રોજેક્ટ શરૂ કરો ત્યારે સૌથી પહેલાં આ પુષ્પો પધરાવજો. આપના કામમાં ફતેહ મળશે.' એ વાતની યાદ અપાવીને એમણે કહ્યું : ‘स्वामीजी ! ये सब आपके आशीर्वाद से ही हुआ है ।’
સ્વામીશ્રીએ તેઓને કહ્યું : 'आपने सच्चा पुरुषार्थ कीया है तो गुजरात और देश को भी लाभ होगा। आपने गुजरात और देश की बडी़ सेवा की है। आपके द्वारा ऐसा काम होता ही रहे ऐसा आशीर्वाद है।’
સુરેશજી કહે : ‘सब आपकी दुआ से हुआ है।’
સ્વામીશ્રીએ કહ્યું : ‘भगवान की दुआ है। श्रद्धा थी तो देश के लिए बडा लाभ हो गया।’
સ્વામીશ્રીએ યશ ભગવાનનાં ચરણે જ ધરી દીધો.
Vachanamrut Gems
Gadhadã II-51:
What are Adverse and Favourable Circumstances?
“So, only one who follows the commands of the Satpurush can be said to be under the influence of favourable circumstances. To deviate from those commands is the very definition of adverse circumstances…”
[Gadhadã II-51]