પ્રેરણા પરિમલ
તારા ધર્મસ્થાનમાં પ્રાર્થના કરજે...
લેસ્ટર(યુ.કે.)ના એક અંગ્રેજ શ્રી ફ્રેન્ક સ્વામીશ્રી પાસે આવ્યા.
પુત્રના આકસ્મિક મરણથી તેને આઘાત લાગ્યો હતો, અને તેઓ અપરાધભાવ અનુભવતા હતા.
સ્વામીશ્રીને મળ્યા પછી તેને ખૂબ શાંતિ થઈ. તેનું 'ટૅન્શન' દૂર થઈ ગયું.
સ્વામીશ્રીએ તેને દર રવિવારે પોતાના ચર્ચમાં જવા અને પ્રાર્થના કરવા કહ્યું. વળી ત્યાં ધર્માદો કરવા પણ સૂચવ્યું.
સ્વામીશ્રીની સૂચનાનું અંગ્રેજીમાં ભાષાંતર કરતાં સંત થોડા ચોંક્યા ત્યાં તો સ્વામીશ્રીએ સ્પષ્ટતા કરી : તેને કહો કે ચર્ચમાં જ ધર્માદો કરે.
ફ્રેન્ક તો આશ્ચર્યવત્ સ્વામીશ્રી સામું જોઈ રહ્યા. તેણે ચર્ચમાં પાદરીને વાત કરી.
પાદરી પણ ભારતના આ સંતની ઉદારતાથી મુગ્ધ થઈ ગયા. તેમણે ફ્રેન્કને ચર્ચમાં રવિવારે બધા ખ્રિસ્તી ભાઈઓને સ્વામીશ્રીનો આ આદેશ સંભળાવવા કહ્યું.
તે સૌ પણ સ્વામીશ્રીની ધર્મ સમાદરની ઉચ્ચભાવનાથી પ્રભાવિત થયા.
Vachanamrut Gems
Gadhadã II-4:
Means to Constant Contemplation on God
"… Thus, without realising God's greatness in this way, even if a person endeavours in a million other ways, he will still not be able to constantly contemplate upon the form of God. Conversely, only one who realises the greatness of God is able to constantly contemplate upon Him."
[Gadhadã II-4]