પ્રેરણા પરિમલ
વાત્સલ્ય વર્ષા...
એટલાન્ટામાં પ્રમુખસ્વામી મહારાજના દર્શન માટે એક હૃષ્ટપુષ્ટ અને ઊંચો બાળક આવ્યો. સ્વામીશ્રીને પ્રશ્ન કરતાં કહે : 'મને ઓળખ્યો ?'
સ્વામીશ્રી ઓળખી ન શક્યા, એટલે એણે ફોડ પાડતાં કહ્યું : 'વંદન.' અને સ્વામીશ્રીના સ્મૃતિપટ ઉપર અંકાયેલો નાનો, નાજુક વંદન ઊપસી આવ્યો.
ફક્ત થોડાંક જ વર્ષમાં એની આ વિરાટ કાયા જોઈને સ્વામીશ્રી આશ્ચર્યમિશ્રિત ભાવ સાથે કહેઃ 'વંદન, તારું તો કલેવર ફરી ગયું! ઓળખાયો જ નહીં તું તો.' પછી એના હાથમાં હાથ મેળવતાં સ્વામીશ્રી કહેઃ 'આટલું બધું કેમ વધી ગયું ?'
એના પિતા હરીશભાઈ કોલોરામા કહે : 'હજી તો ૧૪ જ વર્ષ થયાં છે.'
સ્વામીશ્રી એને કહે : 'તેં કોઈને પૂછ્યું છે કે નહીં, આ આવું વધે છે કેમ ?' પછી સ્વામીશ્રી કહે : 'ભલે, બરાબર ભણજે. ભજન કરજે. સત્સંગમાં વધજે, નિયમિત આવજે અને નિર્વ્યસની રહેજે અને પાછો ગુજરાતી બોલજે. એટલે અમને તારી સાથે વાત કરતા ફાવે.'
નાનપણમાં સ્વામીશ્રીએ વંદનને અનેક વખત વાત્સલ્યવર્ષાથી ભીંજવ્યો હતો એ વંદન અને અમેરિકા સ્થાયી થયેલા વંદનમાં બીજો કોઈ ફરક ન પડે એ રીતે સ્વામીશ્રીએ એના ઉપર હેત વરસાવ્યું.
Vachanamrut Gems
Loyã-11:
From Whom Should Scriptures be Heard?
"… Therefore, one should only hear the sacred scriptures from a holy person, but never from an unholy person."
[Loyã-11]