પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૭૪
લંડન, તા. ૨૭-૫-૧૯૭૦
આજે 'સન્ડે ટાઇમ્સ' સાપ્તાહિકના રિપોર્ટર ડેવિડ બ્લોન્ડી આવેલા. એમણે ઘણા પ્રશ્નો પૂછેલા. જેમાંના મુખ્યત્વે આ પ્રમાણે હતા :
ડેવિડ - 'ઇંગ્લેંડમાં આપની શી પ્રવૃત્તિ રહેશે ?'
સ્વામીશ્રી - 'સત્સંગની, બીજી નહિ...'
ડેવિડ - 'અહીં દર્શને આવે તેની આધિ, વ્યાધિ, ઉપાધિ ટળી જાય કે નહિ ?'
સ્વામીશ્રી - 'ટળી જાય, ભગવાન ને સંતનાં દર્શન કરવાથી આધિ-વ્યાધિ ને ઉપાધિ ટળી જાય. તે ખાતરી છે, પણ મહિમાએ સહિત દર્શન કરવાં જોઈએ.'
ડેવિડ - આપને કોઈ આધિ-વ્યાધિ કે ઉપાધિ આવી છે ખરી ?
સ્વામીશ્રી - 'જિંદગીમાંયે આવી નથી...'
ડેવિડ - 'આપને ઇંગ્લેન્ડમાં આનંદ આવે છે ?'
સ્વામીશ્રી - 'ઇંગ્લેન્ડ અમને ગમ્યું. શાંતિ થઈ. અમારા શ્રીજીમહારાજ અહીં સર માલ્કમને દિવ્ય દેહે તેડવા આવેલા, તેથી અમને ઇંગ્લેન્ડ ગમ્યું.'
'શ્રીજીમહારાજ અહીં દિવ્ય દેહે પધારેલા એથી અમને ગમ્યું.' એમ સ્વામીશ્રીએ શ્રીજીમહારાજના સંબંધનું કારણ બતાવ્યું, નહિ કે અહીંની સુખ-સમૃદ્ધિનું.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-14:
Without Conviction all Efforts are Pointless
“… But a person without such a conviction of God – even if he is a sincere renunciant and is vigilantly striving to eradicate lust, anger, avarice, etc. – will not be able to eradicate those vicious natures by his efforts alone. Ultimately, he will become evil and go to narak.”
[Gadhadã II-14]