પ્રેરણા પરિમલ
સમદ્રષ્ટા
તા. ૨૭-૬-૨૦૦૫, રાજકોટ
જમ્યા પછી ૧૦૦ જેટલા હરિભક્તોને મળીને સમદ્રષ્ટા સ્વામીશ્રી અહીં વરસોથી સેવા કરતા મંદબુદ્ધિના ભરતને મળ્યા. પૂર્વ જનમનું મંદિરનું લેણું ચૂકવવા માટે જ જન્મ થયો હોય એવા મમત્વથી બુદ્ધિને મંદિરના કાર્યમાં તાળું મારીને ભરત સેવા કરી રહ્યો છે. સ્વામીશ્રીએ પ્રેમથી એની સાથે દશ મિનિટ ગાળી. ભરતને કહે, 'ભરત ! શું કામ કરે છે ?'
ભરત કહે : 'સવારે હરિભક્તોની રોટલી ચોપડું છું. હરિભક્તોને જમાડું છું. હરિભક્તોનાં વાસણ ધોઉં છું. મંદિરની સાફસફાઈ કરું છું.' એણે તો લાંબું લિસ્ટ ધરી દીધું. કોઈએ વળી કહ્યું કે 'આટલી સેવા તો કરે જ છે, પણ ક્યારેક ગાળ પણ બોલી જાય છે.'
સ્વામીશ્રીએ તરત જ ભરતને કહ્યું : 'ગાળ બોલવાની બંધ કર. હરિભક્તો આવે ને અમને કહી જાય કે મંદિરમાં આવો માણસ રાખો છો ? એવું કોઈ કહી ન જાય એટલે હવેથી ગાળ ન બોલતો.'
કોઈએ વળી પૂછ્યું, 'ભરત ! લગન કરવાં છે ?'
'લગન તો નથી જ કરવાં.'
'કેમ ?' સ્વામીશ્રીએ પૂછ્યું.
'પસ્તાવું પડે.' ભરતના આવા જવાબથી સ્વામીશ્રી ખડખડાટ હસી પડ્યા ને કહે : 'આ પણ સમજે છે.' જો કે વાતનો દોર આગળ વધારતાં સ્વામીશ્રીએ પૂછ્યું, 'આટલા બધા હરિભક્તો લગન કરે છે એ બધા ક્યાં પસ્તાય છે ?'
સ્વામીશ્રીની આવી દલીલથી ભરતના અંતરની વાત બહાર આવી ગઈ.
ભરત કહે : 'એ વાત તમારી સાચી, પણ આપણને ગમે એવું જોવું તો પડે ને !'
આ સાંભળીને સ્વામીશ્રી વળી જોરથી હસી પડ્યા અને સાંખ્ય કરાવતાં કહે : 'ભરત ! આપણે કાંઈ જોવું કરવું નથી. અહીં સેવા કરે છે એ જ બરાબર છે.'
Vachanamrut Gems
Gadhadã II-39:
The Unatonable Sin
“… However, to realise God as being formless is a sin much graver than even the five grave sins. There is no atonement for that sin.”
[Gadhadã II-39]