પ્રેરણા પરિમલ
સત્પુરુષ મળે ત્યારે સમજાય...
લંડનમાં એક પરદેશી ગૃહસ્થે સ્વામીશ્રીને કહ્યું : 'મેં કુરાન, યહૂદીનો ગ્રંથ તાલમુડ વગેરે ગ્રંથો વાંચ્યા છે, પણ તેનાથી તો મને થયું છે કે હું નીચ છું. આપના જોગથી એવું નથી લાગતું. પણ મને ભાગ્યશાળી સમજું છું.'
સ્વામીશ્રીએ ધર્મગ્રંથોમાં તેની શ્રદ્ધાને સંકોરતાં કહ્યું : 'સદ્ગ્રંથોમાં લખેલી વાત સાચી હોય પણ જ્યારે સત્પુરુષ મળે ત્યારે બરાબર સમજાય. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ વર્તતા હોય તેવા પુરુષ મળે ત્યારે આનંદ આવે. હવે તે ગ્રંથ વાંચશો. તેમાંથી વધારે આનંદ આવશે.'
'મારું જ સાચું છે' એમ ઠરાવવા કરતાં તેના જ ગ્રંથોમાં શ્રદ્ધા દૃઢ કરાવનાર સ્વામીશ્રીની દૃષ્ટિ કેટલી વિશાળ છે !
Vachanamrut Gems
Loyã-14:
Who Will Definitely Regress in Satsang?
"… but as for those who have anger, egotism or jealousy, they can be seen to definitely regress in Satsang…"
[Loyã-14]