પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 24-4-2017, કોલકાતા
આજે સ્વામીશ્રી ભોજનના આસન પર બિરાજ્યા ત્યારે ‘જેના ગુણે રીઝ્યા ગિરધારી’ પુસ્તકનું વાંચન શરૂ થયું. જેની અંદર એક પ્રસંગમાં આવ્યું કે કોઈએ રાવણનું મંડન કર્યું તે પ્રમુખસ્વામી મહારાજને ન ગમ્યું.
સ્વામીશ્રી પણ ચેતવતાં કહે : ‘આવાં આસુરી તત્ત્વોનું મંડન કરે તોયે આસુરી ભાવ પેસી જાય.’
લોકો કેવું વિચારતા હોય છે તેની વાત કરતાં સંતોએ કહ્યું : ‘એક જણે એવો તર્ક મૂક્યો કે રામને કેટલી શંકા હશે કે ધોબીએ કીધું ને તરત જ સીતાજીને કાઢી મૂક્યાં કે સીતાજી એવાં જ હશે ?’
સ્વામીશ્રીને પણ સત્શાસ્ત્રોનું ખંડન સહેજે પસંદ નથી. રજૂઆત કરનાર આગળ કાંઈક બોલે તે પહેલાં સ્વામીશ્રી જ ઉતાવળા થતાં બોલી ઊઠ્યા : ‘રામને શંકા નહોતી, લોકોને હતી.’
શાસ્ત્રો સત્પુરુષ થકી જ સાચી રીતે સમજી શકાય. શ્રીજીમહારાજે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણ 13માં કહ્યું છે કે ‘જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ થકી જ વાત સમજ્યામાં આવે છે, પણ પોતાના બુદ્ધિબળે કરીને સદ્ગ્રંથોમાંથી પણ સમજાતી નથી.’ આની અનુભૂતિ સૌને થઈ.
Vachanamrut Gems
Gadhadã II-16:
Shraddhã – the means to greatness
“… In the same way, if a person has abundant shraddhã, then even if he has only recently become a satsangi, he will still become great…”
[Gadhadã II-16]