પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 23-12-2010, મુંબઈ
ધૂલિયા છાત્રાલયથી આવેલા સંતોને સ્વામીશ્રી કહે : “યોગીબાપા કહેતા કે સંપ, સુહૃદભાવ, એકતા રાખવાં. બધાનો એકરાગ અને એકરુચિ રાખવી. કોઈ બોલે તો સહન કરવું. કેટલાકને એવું લાગે કે ‘હું ગધેડો છું ?’ પણ આપણે તો માણસ છીએ. એવું કોઈ બોલે તો એ બોલનારનું મોં ગંધાશે. આપણા સ્વભાવ-દોષ ટાળવા આપણે આવ્યા છીએ, બીજાનું મહારાજ જોશે. ત્યાં નાનું મંડળ છે, પણ એકરુચિ છે તો કામ થાય છે. આપણે તો બધાનું ભલું કરવું. યોગીબાપા અટલાદરામાં હતા ને એક જણે ચોરી કરી અને તેને પકડીને યોગી-બાપા પાસે લઈ ગયા, તો યોગીબાપા કહે : ‘આ ક્યાં ચોર છે ? આ તો મુક્ત છે.’ યોગીબાપાની દૃષ્ટિ કેવી ! જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે. એમ જ્ઞાન, સમજણ રાખીએ તો......”
Vachanamrut Gems
Gadhadã I-56:
Arrogance - a Paralysing Flaw
"Another major flaw is when a person who has no worldly desires at all and has intense vairãgya behaves arrogantly on account of that vairãgya. He may have the intense force of knowledge of the ãtmã or have the force of resolute bhakti towards God, but if, out of arrogance, he is unable to bow before meek devotees or is unable to address them humbly, then that is also a serious flaw in him. As a result of that flaw, his inclination does not flourish…"
[Gadhadã I-56]