પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 23-4-2017, કોલકાતા
સ્વામીશ્રી કોલકાતા મંદિરે પધારી મંદિર ઉપર ઠાકોરજીનાં દર્શન કરીને અભિષેક મંડપમ્માં પધાર્યા. શ્રી નીલકંઠવર્ણીનો અભિષેક કર્યો, પ્રદક્ષિણા કરી. પણ અત્યાર સુધીનાં દર્શન અને દંડવતમાં સેવકોએ નોંધ્યું હતું કે સ્વામીશ્રી તડકામાં જોવી પડેલી રાહને લીધે અને આજની ભારે અને લાંબી મુસાફરીને લીધે થાકી ગયા હતા. મુખ પર સ્પષ્ટ થાક વર્તાતો હતો. તેથી સ્વામીશ્રીને વિનંતી કરી કે ‘અહીં દંડવત રહેવા દો.’ પણ સ્વામીશ્રીએ વિનંતીના સૂરમાં કહ્યું : ‘પાંચ.’ એટલે કે ‘પાંચ દંડવત કરવા દો. કાંઈ વાંધો નહીં આવે.’ એમ કહી સ્વામીશ્રી દંડવત કરવા લાગ્યા.
વિપરીત પરિસ્થિતિ સ્વામીશ્રીની ભક્તિને શિથિલ ન કરી શકી.
Vachanamrut Gems
Gadhadã II-17:
Undistorted Understanding
“Therefore, the understanding of a person who has developed an unflinching refuge of God will not become distorted, regardless of whether he is very learned in the scriptures, or he is naïve…”
[Gadhadã II-17]