પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 23-12-2010, મુંબઈ
સ્વામીશ્રી ઠાકોરજી જમાડવા વિરાજ્યા. એ દરમ્યાન આદર્શજીવન સ્વામી કહે : ‘સંત સ્વામી કહેતા કે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ કરતાં દશગણું કાર્ય આપે કર્યું છે.’
સ્વામીશ્રી કહે : ‘મૂળ તો સંકલ્પ એમના છે. મંદિરો થાય, સત્સંગ વધે એ એમના સંકલ્પો છે, એટલે કાર્ય થાય છે.’
આદર્શજીવન સ્વામી કહે : ‘એમણે સંકલ્પ તો કર્યો, પણ સંકલ્પ પકડી રાખીને કામ કરવું એ મહત્તા ઓછી નથી.’
સ્વામીશ્રી કહે : ‘એમનો સંકલ્પ હતો એટલે થયું ને ! એમના સંકલ્પમાં બળ છે ને ! એને લીધે ચાલે છે.’
આદર્શજીવન સ્વામી કહે : ‘બીજમાં બળ હોય, પણ પાણી નાખનાર, ખાતર-પાણી કરનાર જોઈએ. તો જ વૃક્ષ ઊગે ને !’
સ્વામીશ્રી કહે : ‘પણ બીજ સાચું હોય તો જ ખાતર-પાણી ફળે.’
આદર્શજીવન સ્વામી કહે : ‘આ બાબતમાં આપ ક્યારેય હાથ મૂકવા નથી દેતા. આપનું નિર્માનીપણું સમજાય એવું નથી.’
આમ કહીને તેઓ કહે : ‘આ વરસે એક જ વરસમાં આપે 18 હરિમંદિરોની પ્રતિષ્ઠા કરી. 9 હરિમંદિરોનાં ખાત કર્યાં. બે શિખરબદ્ધ મંદિરની પ્રતિષ્ઠા કરી અને 4 શિખરબદ્ધ મંદિરનાં ખાત કર્યાં. દિલ્હીમાં અક્ષરધામમાં નૂતન ગર્ભગૃહ રચ્યું. ગાંધીનગર અક્ષરધામનો ‘સચ્ચિદાનંદ વોટર શૉ’ સંપન્ન કર્યો. આવા 40 જેટલા પ્રોજેક્ટ એક જ વર્ષમાં આપે સંપન્ન કર્યા. એટલે કે એક મહિનામાં સરેરાશ સાડા ત્રણ પ્રોજેક્ટ પાર પાડ્યા. વળી, 22 મુમુક્ષુઓને દીક્ષા આપી. 89 વર્ષની ઉંમરે આપના દાખડા વગર આ કાર્ય શક્ય જ ન બને.’
સ્વામીશ્રી તરત જ કહે : ‘મૂળ આ બધું શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના સંકલ્પનું બળ છે. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજને સાધુ કરવા હતા અને સંકલ્પ કર્યો હતો કે ‘સત્સંગ વધે,’ એટલે બધું થાય છે.’
કૃષ્ણવલ્લભ સ્વામી આદર્શજીવન સ્વામીને કહે : ‘આમનો જવાબ એક જ આવશે.’
સ્વામીશ્રી કહે : ‘છે તો એ જ ને ! યોગીબાપા અક્ષરદેરીમાં પ્રત્યક્ષ રીતે ધૂન કરતા કે ‘સત્સંગ વધે, સાધુ વધે,’ એટલે થાય છે.’
આદર્શજીવન સ્વામી કહે : ‘સંકલ્પ હતો એ હકીકત છે, પણ એ સંકલ્પ સાકાર કરી બતાવવો એ નાની વાત નથી.’
સ્વામીશ્રી કહે : ‘બળ તો ભગવાનનું છે જ, પણ એમના સંકલ્પમાં બળ હતું તો થયું.’
કૃષ્ણવલ્લભ સ્વામી કહે : ‘આપે વિચરણ ન કર્યું હોત, તો આ બધું ક્યાંથી થાત ?’
સ્વામીશ્રી કહે : ‘યોગીજી મહારાજે સંકલ્પ કર્યો હતો કે ‘સત્સંગ વધારવો છે,’ એ કહ્યું એટલે પછી આપણે વિચરણ કરવું પડે ને !’
આદર્શજીવન સ્વામી કહે : ‘આપની નિર્લેપતા અને નિર્માનિતા ઘણી વખત મૂંઝવણ ઊભી કરે છે. આટલા નિર્માની અને આટલા નિર્લેપ કાયમ કઈ રીતે રહી શકાય ? બાકી બીજા તો બહુ કહે તો એક વખત તો બોલી જ જાય કે આ મેં કર્યું છે.’
સ્વામીશ્રી કહે : ‘આપણે તો એક જ વાત છે. ગુરુ બોલ્યા છે એ જ થાય છે. એમના સંકલ્પ પ્રમાણે કામ થયું છે. એ જ આપણો એવોર્ડ.’
સંતોએ ફેરવી ફેરવીને બધી જ રીતે સ્વામીશ્રીના કાર્યની પ્રશંસાની વાતો કરી, પણ સ્વામીશ્રીએ તો દરેક વાતમાં ‘ગુરુઓએ કરેલા સંકલ્પને કારણે જ કાર્ય થયું છે,’ તે વાત દોહરાવે રાખી ગુરુભક્તિનું આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું.
Vachanamrut Gems
Gadhadã I-55:
Reasons for a Wavering Resolve
Thereupon Muktãnand Swãmi asked, "Why is a person unable to maintain a steady resolve in worship, remembrance, and religious vows?"
Shriji Mahãrãj explained, "A person's resolve does not remain steady due to the influence of adverse places, times, actions and company. There are, in fact, three levels of this resolve: the highest, the intermediate and the lowest. If places, times, actions and company are extremely adverse, then even the highest resolve is dissolved. What, then, can be said of the intermediate and lowest levels of resolve?"
[Gadhadã I-55]