પ્રેરણા પરિમલ
મારાથી થયું એ મિથ્યાવાદ છે...
તા. ૮-૨-'૮૬ના રોજ સારંગપુરમાં સંતોએ પ્રશ્નોત્તરી સ્વામીશ્રી સાથે ગોઠવેલી તેમાં એક પ્રશ્ન એવો પૂછ્યો કે, 'શ્રીજીમહારાજનું કર્તાપણું આપ કઈ રીતે સમજી શકો છો?'
સ્વામીશ્રી કહે : 'એ તો બધાએ સમજવાનું છે, કારણ કે આપણે કર્તા જ નથી પછી શું ? મહારાજે કહ્યું છે ને કે 'મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય...' શ્રીજીમહારાજ વિના પાંદડું હલવા સમર્થ નથી. એ હકીકત છે. પછી આપણે ખોટો અહં કરીએ કે મેં કર્યું, મારાથી થયું એ તો નકામો મિથ્યાવાદ છે. આપણે ગમે તેટલાં મોટા થઈએ પણ ભગવાન આગળ દાસ જ છીએ. ભગવાન જેટલાં ઐશ્વર્ય પામે તોય ભગવાનના દાસ જ છીએ. આપણું જ્ઞાન, આપણો સિદ્ધાંત આપણને એ જ શીખવે છે. સેવક થઈને હાથ જોડીને જ કામ કરવાનું છે. આપણાથી કંઈ થઈ શકવાનું નથી. લાખો ને કરોડો ભેગા થયા હોય તોય શું ? આપણે ગમે તેટલું આયોજન કરીને બેઠા હોઈએ પણ એની મરજી ન હોય તો ક્યાંયનું ક્યાંય ઊડી જાય...'
સ્વામીશ્રીએ ભગવાનના કર્તાપણાનો ગહન સિદ્ધાંત કેટલો સરળ અને સહજતાથી જીવનમાં ચરિતાર્થ કર્યો છે !
Vachanamrut Gems
Loyã-8:
Good or Bad Nature
Then Shriji Mahãrãj asked, "Some children have a mature nature like elder people, whereas some have an extremely fidgety nature. Is that nature due to company, or is it inherent within their jiva?"
Shriji Mahãrãj answered, "For the most part, a good or bad nature is due to the company one keeps, but in some cases, it is due to past karmas."
[Loyã-8]