પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૬૯
કંપાલા, તા. ૨૧-૫-૧૯૭૦
સવારે ૧૧-૪૫ વાગે યોગીજી મહારાજ સભામાં પધાર્યા. આશીર્વાદ આપતાં કહ્યું કે 'પચાસ લાખ રૂપિયા આપો તોપણ અમે અહીં ન આવીએ, પણ આ તો નૈરોબી પ્રતિષ્ઠા હતી તેથી આવવાનું થયું. અહીં આવ્યા, તમને બધાને રાજી કર્યા, હવે લંડન જઈશું ત્યાં બધાને રાજી કરીશું. નવા નવા મુમુક્ષુઓને વર્તમાન ધરાવીશું ને દારૂ-માંસ છોડાવીશું... અમે નૈરોબીથી બેસવાના હતા (લંડન જવા માટે) પણ યુગાન્ડાના હરિભક્તો રહી જાય એટલે અહીં ખાસ તમને મળવા માટે આવ્યા છીએ. પછી જેને ન અવાયું હોય એની વાત જુદી (યુગાન્ડાના કેટલાક હરિભક્તો હજુ દર્શને આવ્યા ન હતા.) પણ અમે તો અહીં આવી ગયા.'
જે હરિભક્તો હજુ આવી શક્યા ન હતા એમને સ્વામીશ્રીએ ટેલિફોન કરી બોલાવ્યા હતા. ભગવાન ભજાવવાની આવી ગરજ સાચા પરમાર્થી સંત વગર કોને હોય !
'અમો પહેલાં બે વાર આ દેશમાં પધાર્યા. આ વખતે અમારી તબિયત સારી નહોતી છતાં તમને રાજી કરવા પધાર્યા. હવે કંઈ અહીં વારે ઘડીએ અવાય નહિ... અમારે ન આવવું એમ નથી, પણ નિમિત્ત વગર અવાય નહિ. આટલો બધો ખર્ચ કરીને આવવું તે આપણે વિચાર કરવો જોઈએ ને !' સ્વામીશ્રીએ હેતભાવે સંતસમાગમની મહત્તા સમજાવતાં કહ્યું.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-13:
Outcome of Deficiency in Understanding God
"… However, if any deficiency remains in understanding God, then one's flaw will never be eradicated. Therefore, one should attempt to understand this principle by any means within this lifetime."
[Gadhadã II-13]