પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 22-12-2010, મુંબઈ
સ્વામીશ્રી પત્રવાંચન કરી રહ્યા હતા. એ દરમ્યાન અમેરિકાથી એક હરિભક્તનો ફોન આવ્યો. તેઓ કહે : ‘મારો દીકરો નાનો હતો ત્યારે પૂજાપાઠ બધું જ કરતો, પણ છેલ્લાં દોઢ વર્ષથી પૂજા મૂકી દીધી છે. એનાં મમ્મીની ઇચ્છા છે કે દીકરો પૂજા કરે. એનાં મમ્મીના સમજાવવાથી હમણાં તો મનમાં ગેડ બેઠી છે. એટલે આજથી પૂજા કરવાનું ચાલુ કર્યું છે.’
સ્વામીશ્રી કહે : ‘એને ફોન આપો.’
દીકરા સાથે વાત કરતાં સ્વામીશ્રી કહે : ‘નાનપણથી તારા સંસ્કાર હતા. તું પૂજા પણ કરતો. હવે સમજણ આવી છે, તો પ્રામાણિકપણે પૂજા કરજે. જીવન પવિત્ર, શુદ્ધ રાખવું. સારો વિચાર આવ્યો છે એ ભક્તિનું ફળ છે. તને આશીર્વાદ આપીએ છીએ કે તું સાચે માર્ગે ચાલ્યો છે તો બળ મળશે અને શાંતિ રહેશે.’
Vachanamrut Gems
Gadhadã I-54:
Doorway to Moksha
Thereupon Muktãnand Swãmi asked, "Mahãrãj, through the dialogue between King Janak and the nine Yogeshwars, the 11th canto of the Shrimad Bhãgwat describes the nature of bhãgwat dharma. How is that bhãgwat dharma upheld? Also, how can the gateway to liberation be opened?"
Shriji Mahãrãj replied, "Bhãgwat dharma is upheld by maintaining profound love towards the Ekãntik Sant of God, who possesses the attributes of swadharma, gnãn, vairãgya, and bhakti coupled with knowledge of God's greatness. Maintaining profound love towards such a Sant also opens the gateway to liberation…"
[Gadhadã I-54]