પ્રેરણા પરિમલ
સેવા કરવાનો મોકો
જમણી આંખમાં ઈન્ફેકશનને કારણે પ્રમુખસ્વામી મહારાજને આંખમાંથી પાણી નીકળતું હતું. વળી, શરદી પણ થઈ હતી. પરિણામે સ્વામીશ્રીને આયુર્વેદિક દવા પણ ચાલુ કરવામાં આવી. મુલાકાત કક્ષમાં હરિભક્તોને મળીને સ્વામીશ્રી રૂમમાં પધાર્યા. અહીં કેટલીક અગત્યની મિટીંગ કરી. છેલ્લે નારાયણમુનિ સ્વામીએ વિનંતી કરતાં કહ્યું, 'આજે જરા શરદી જેવું છે, તો વહેલાં આરામમાં જાવ તો સારું.'
પરંતુ મિટીંગ પત્યા પછી તરત જ સ્વામીશ્રીએ ધર્મચરણ સ્વામીને બોલાવ્યા. રાત્રિના ૧૦-૦૦ વાગ્યા હતા. એક લાંબો ચાર પાનાંનો પત્ર સ્વામીશ્રીએ હાથમાં લીધો, શાંતિથી વાંચ્યો. લગભગ પંદરેક મિનિટ એમાં ગઈ. વળી, એક ચાર પાનાનો ફેક્સ હતો એ પણ વાંચ્યો એમ કરતાં ઘણું મોડું થઈ ગયું. આરામમાં જતી વખતે સેવક સંત કહે : 'આ તો વહેલાં આરામમાં જવાની જગ્યાએ રોજ કરતાં પણ થોડું મોડું થયું ને બધું પૂરું થઈ ગયું હતું એ જ વખતે લાંબો કાગળ વાંચવા લીધો.'
સ્વામીશ્રી કહે : 'ક્યારેક આવી નિરાંત હોય ત્યારે આવો લાંબો કાગળ વંચાઈ જાય. બાકી એક સાથે આવો કાગળ વાંચવાનો સમય જ ક્યાં મળે છે ? આ એક પત્ર વાંચીએ એમાં બીજા ચાર પાંચ પત્રો વંચાઈ જાય. એટલે આવા લાંબા કાગળ ટાઈમ મળે ત્યારે વંચાય.'
આંખની તકલીફ અને ભારેખમ શરદી હોવા છતાં, પ્રત્યેક કાર્યમાં એમની ચીવટ અને સેવાનિષ્ઠામાં રંચમાત્ર ફર્ક પડ્યો નહીં, ઉલ્ટું વધારે દીપી ઊઠ્યાં. (તા. ૨૦-૩-૨૦૦૬, અમદાવાદ)
Vachanamrut Gems
Loyã-8:
Overcoming One's Swabhavs
Shriji Mahãrãj replied, "A recently formed swabhãv is overcome by staying in the company of a pious sãdhu and by making a little effort to eradicate it…"
[Loyã-8]