પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 13-4-2017, નૈરોબી
ચેષ્ટા પૂર્ણ કરીને સંતોને સુખદ સ્મૃતિ આપીને સ્વામીશ્રી પોઢવા જતા હતા. ત્યાં સ્વતઃ જ બોલવા લાગ્યા : ‘મહારાજના મળેલા, એના મળેલા અને એનાય મળેલાનાં દર્શનથી કલ્યાણ થાય.’
પછી સમજાવતાં કહે : ‘શાસ્ત્રો ને આ ને તે ને કોઈ તોડી નાખે (= ખૂબ ઊંડા ઊતરે), પણ એનાથી કલ્યાણ ન થાય. મહારાજના મળેલાના મળેલાના મળેલાનાં દર્શન થાય તોય કામ થઈ જાય.’
આત્મસ્વરૂપદાસ સ્વામી કહે : ‘નાવમાં બેસી ગયા.’
સ્વામીશ્રી કહે : ‘પ્રગટનો સંબંધ, બીજું કાંઈ નહીં. બીજાં ફીફાં. ગમે એટલાં શાસ્ત્રો ભણેલા હોય, ફીફાં. કારણ કે માયા પર કરનાર કોઈ નથી. ગમે તેવો હોય, માયા પર કરનાર પ્રગટ ભગવાન અને એમના મળેલા સંત જ છે. એ જ કરે.’
સ્વામીશ્રીએ મર્મ સમજાવી દીધો કે -
પ્રગટને ભજી ભજી પાર પામ્યાં ઘણાં,
ગીધ ગણિકા કપિવૃંદ કોટી;
વ્રજતણી નાર વ્યભિચાર ભાવે તરી,
પ્રગટ ઉપાસના સૌથી માટી.
Vachanamrut Gems
Gadhadã II-13:
Outcome of Deficiency in Understanding God
"… However, if any deficiency remains in understanding God, then one's flaw will never be eradicated. Therefore, one should attempt to understand this principle by any means within this lifetime."
[Gadhadã II-13]