પ્રેરણા પરિમલ
ખરું વિચરણ તો તેમણે કર્યું
બોચાસણમાં પ્રમુખસ્વામી મહારાજના અલ્પાહારના સમયે સંતો ગામડે ગામડે થયેલી સત્સંગપ્રવૃત્તિની માહિતી આપી રહ્યા હતા. એ દરમ્યાન બદલપુર ક્ષેત્રનો અહેવાલ અપાયો. બદલપુરના મહીકાંઠાના ટેકરિયાળ પ્રદેશમાં સ્વામીશ્રી ઝૂંપડે ઝૂંપડે ખૂબ વિચર્યા છે, અનેક લોકોનાં જીવનપરિવર્તનો કર્યાં છે. તેથી જ આત્મવિહારી સ્વામીએ તેનો અહેવાલ આપતાં પહેલાં શરૂ કર્યું, 'બદલપુર ક્ષેત્ર એટલે આપનું ક્ષેત્ર. આપે ત્યાં ખૂબ વિચરણ કર્યું છે અને ભીડો પણ ખૂબ વેઠ્યો છે.'
સ્વામીશ્રીએ તેમને અધવચ્ચેથી અટકાવતાં કહ્યું, 'ઠેઠ, પહેલાથી વાત કરોને ! શાસ્ત્રીજી મહારાજે જે વિચરણ કર્યું છે તેવું આપણે ક્યાં કર્યું છે? ખરું કઠિન વિચરણ તો એમણે કર્યું છે. એમણે પાકું વિચરણ કર્યું છે. આપણે ખાલી તેમની પાછળ પાછળ ગયા. ટેકરે ટેકરે એ પણગયા છે. નાના અક્ષર સ્વામીની મહેનત પણ બહુ. એમણે ત્યાંના લોકોને દારૂ છોડાવ્યો અને સત્સંગ દૃઢ કરાવ્યો.' સ્વામીશ્રી સમક્ષ ક્યારેય પણ તેમણે કરેલા શ્રમ-પરિશ્રમ પુરુષાર્થની વાત નીકળે ત્યારે શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને તેમના સમયે સંતો-ભક્તોએ કરેલા પુરુષાર્થને પ્રથમ યશ આપવાનું ક્યારેય ચૂકતા નથી. (તા. ૮-૭-૨૦૦૬, શનિવાર, બોચાસણ.)
Vachanamrut Gems
Loyã-16:
Eradicating Egotism
Thereupon, Muktãnand Swãmi asked, "Mahãrãj, how can egotism be eradicated?"
Shriji Mahãrãj explained, "He who thoroughly realises the greatness of God cannot be egotistical…"
[Loyã-16]