પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 7-12-2010, મુંબઈ
કંપાલા-યુગાન્ડામાં સત્સંગની સુવર્ણ જયંતી મહોત્સવ ચાલી રહ્યો છે. આ નિમિત્તે સંસ્થાના વરિષ્ઠ સંતો ઉપરાંત 40 સંતો અને અનેક હરિભક્તો ત્યાં પધાર્યા છે. આ બાબતની વાત નીકળતાં એક સંતે કહ્યું : ‘આજે જ કંપાલાથી હરીશભાઈ ભૂપતાણીનો ફોન હતો ને કહે છે કે ત્યાં ઉત્સવ જેવું વાતાવરણ છે. રોજ હજાર હરિભક્તો જમે છે.’
આ સાંભળીને સ્વામીશ્રી કહે : ‘વાહ ! હજાર હરિભક્તો !’
વાતોમાંથી અમેરિકા જતાં ભારતીય યુવાનોની ચર્ચા થઈ એટલે શ્રીહરિ સ્વામી કહે : ‘અત્યારે તો અમેરિકા જવા જેવું જ નથી. અમેરિકાની મંદી ખૂબ ભયંકર છે.’
મંદીની આવી વાતો સાંભળતાં વેંત સ્વામીશ્રી બોલ્યા : ‘આપણે તો બધાનું સારું થાય એ પ્રાર્થના કરીએ. અમેરિકાનું પણ સારું થાય અને દુનિયાનું પણ સારું થાય.’
Vachanamrut Gems
Gadhadã I-3:
Remembering God's Divine Actions
Thereupon Shriji Mahãrãj said, "Even one who can constantly see the form of God in his heart should recall the divine actions and incidents of God performed in His various avatãrs in various places. He should also maintain affection for the brahmachãris, sãdhus and satsangis, and should remember them as well. Why? Because if at the time of death he forgets God's form, but remembers the divine actions and incidents performed by Him at various places, or if he remembers those satsangis, brahmachãris or sãdhus, then by that association, God's form will also be remembered. Thereby, that person attains an elevated spiritual status and benefits tremendously. That is why I perform grand Vishnu-yãgs; annually celebrate Janmãshtami, Ekãdashi and other observances; and gather brahmachãris, sãdhus and satsangis on these occasions. After all, even if a sinner remembers these occasions at the time of his death, he will also attain the abode of God."
[Gadhadã I-3]