પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૩૮
સારંગપુર, તા. ૧૧-૮-૧૯૭૦
આજે લીમડીથી ધંધૂકા થઈને સારંગપુર પધાર્યા. વરસાદ ચાલુ હતો. રસ્તામાં ઠેરઠેર હરિભક્તો યોગીજી મહારાજનાં દર્શન માટે એકઠા થઈ જતા હતા. ઝાલાવાડ ને ગોહિલવાડના હજારો હરિભક્તો સારંગપુર સ્વામીશ્રીના સ્વાગત માટે આવ્યા હતા. પાદરામાં જ સંત સ્વામીએ સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. ફૂલહાર કર્યા ને દંડવત્ કરવા લાગ્યા. સ્વામીશ્રી પણ એકદમ ઊભા થઈ ગયા ને કહે 'મને દંડવત્ કરવા દ્યો.' પછી અદ્ભુત નગરયાત્રા નીકળી. વાજતેગાજતે સ્વામીશ્રી પુરમાં થઈને મંદિરે પધાર્યા. મંદિર રંગરોગાનથી સુંદર સુશોભિત કરવામાં આવ્યું હતું તે ઉદ્ઘાટન કર્યું. દર્શન કરી સભામંડપમાં પધાર્યા. અહીં સ્વાગત-પ્રવચનો થયાં. પછી આશીર્વાદ આપતાં સ્વામીશ્રી કહે, 'બધાં કહે છે - તમે દૂર દેશથી આવ્યા છો, પણ અમે તો અક્ષરધામથી આવ્યા છીએ.' આવા પરભાવના શબ્દો મહારાજ જ પોતાના સંતમાં રહીને બોલી શકે.
સ્વામીશ્રી માટે નવો ઉતારો બનાવ્યો હતો ને સૌપ્રથમ ઠાકોરજીને તેમાં પધરાવી પછી સ્વામીશ્રી ઉતારામાં આરામ કરવા પધાર્યા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-9:
A Staunch Satsangi
"… Therefore, only he can be called an ekãntik bhakta whose strength is based on the conviction of God more than anything else; and only he can be called a staunch satsangi…"
[Gadhadã II-9]