પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૮૦
મોમ્બાસા, તા. ૩૦-૪-'૭૦
બપોરે ૧-૩૦
શ્રી હર્ષદભાઈએ છાપાની પૂર્તિમાં નીલકંઠ વણી લોજની વાવ ઉપર પધાર્યા એ પ્રસંગ વાંચી સંભળાવ્યો. ખૂબ રસપૂર્વક યોગીજી મહારાજે એ સાંભળ્યો. પછી પોતાના ઓરડામાં આરામ કરવા પધાર્યા ને સેવકોને સંબોધીને કહે :
'શાસ્ત્રીજી મહારાજ સાથે અમે પંચતીર્થીમાં ગયા હતા. ત્યારે શાસ્ત્રીજી મહારાજે તે જગ્યા અમને બતાવી હતી. અમે પૂછ્યું, 'શ્રીજીમહારાજ કેમ બેઠા હતા ?' શાસ્ત્રીજી મહારાજે તે પ્રમાણે ત્યાં બેસી બતાવ્યું...'
આમ વાત કરતા, સ્વામીશ્રી પણ આસન ઉપર એ પ્રમાણે બેઠા.
'બાપા, અમને તો શ્રીજીમહારાજનાં દર્શન અહીં થઈ ગયાં,' યુવકોએ આનંદમાં આવી કહ્યું.
'ક્યાં શ્રીજીમહારજ ને ક્યાં આપણે ?'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Sãrangpur-11:
Intensely Focused Vrutti on God
"Thus, whether after one life, or after countless lives, or even in the last moments before one dies, should a devotee's vruttis become intensely focused on God, no deficiency would remain in that devotee."
[Sãrangpur-11]