પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 6-12-2010, મુંબઈ
9:00 વાગે સ્વામીશ્રી ઠાકોરજી જમાડવા વિરાજ્યા. એ દરમ્યાન સામે બેઠેલા યજ્ઞેશ્વર સ્વામીને કહે : ‘કેમ છે ?’
યજ્ઞેશ્વર સ્વામી કહે : ‘મારી તબિયત તો સારી છે, પણ આપની તબિયત સારી રાખજો.’
સ્વામીશ્રી તરત જ કહે : ‘એ તો બધું ભગવાનના હાથમાં છે.’
યજ્ઞેશ્વર સ્વામી કહે : ‘આપ જ સાક્ષાત્ ભગવાનનું સ્વરૂપ છો, બધું આપના જ હાથમાં છે. આપ ધારો એ થઈ શકે છે.’
આટલું કહીને તેઓએ એક પ્રસંગ કહેતાં કહ્યું કે “આપ જ્યારે ભાદરા વિરાજમાન હતા ત્યારે અમારે ત્યાં સખત વાવાઝોડાની આગાહી હતી. આગલે દિવસે જ એટલો બધો પવન હતો કે તારાજી ખૂબ થાય એમ હતું. એ વખતે મેં આપને ફોન કર્યો, ત્યારે આપે એક જ વાક્ય કહ્યું, ‘મહારાજને પ્રાર્થના કરીશું, બધું શમી જશે અને દરિયામાં જશે.’ હકીકતે આપના આશીર્વાદ પછી હું બપોર પછી બહાર નજર કરવા ગયો તો એક પાંદડુંય હાલતું ન હતું. બીજે દિવસે પેપરમાં પણ આવ્યું કે miraculously વાવાઝોડું વૃષ્ટિમાં ફેરવાઈ ગયું છે.”
Vachanamrut Gems
Gadhadã I-1:
What is Maya?
Thereafter, the devotee Govardhanbhãi Sheth asked Shriji Mahãrãj, "What is the nature of God's mãyã?"
Shriji Mahãrãj replied, "Mãyã is anything that obstructs a devotee of God while meditating on God's form."
[Gadhadã I-1]