પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૩૭
કંપાલા, તા. ૧૦-૩-૧૯૭૦
અહીં મંદિરમાં જ યોગીજી મહારાજનો ઉતારો હતો. રાત્રે સ્વામીશ્રી આરામમાં ગયા ત્યારે એક હરિભક્ત સુંદર જાપાનીઝ રગ (ધાબળો) લાવેલા તે આસન ઉપર પાથરવા માટે કહ્યું.
'કાલે મહારાજને ધરીને પછી ઉપયોગ કરશું,' સ્વામીશ્રીએ હેતથી કહ્યું. રાત્રે સ્વામીશ્રીના ઠાકોરજી-હરિકૃષ્ણ મહારાજ પોઢી ગયા હોય, એથી ધરાવી ન શકાય. એટલે સ્વામીશ્રીએ બીજા દિવસ ઉપર વાત છોડી દીધી. નવીન વસ્તુ સ્વામીશ્રી હરિકૃષ્ણ મહારાજને ધરાવીને જ ઉપયોગમાં લેતા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-9:
No Redemption in Maligning God
"… however, there are no means of release for one who has maligned the form of God…"
[Gadhadã II-9]