પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 3-4-2017, દાર-એ-સલામ
શ્રુતિપ્રિયદાસ સ્વામી ઉપર એક હરિભક્તનો ફોન આવ્યો હતો. તેમનાં દોહિત્રીના ઘરે દીકરાનો જન્મ થયો હતો, તેનું નામ પાડવાનું હતું. શ્રુતિપ્રિયદાસ સ્વામી નામની યાદી બોલતા હતા. સ્વામીશ્રીએ તે યાદી બહારનું એક નામ ‘દિવ્યરાજ’ કહ્યું. બીજું કાંઈ સ્વામીશ્રી બોલ્યા નહીં.
જ્યારે તે હરિભક્ત સાથે ફોન ઉપર વાત થઈ ત્યારે જાણવા મળ્યું કે સ્વામીશ્રીએ ફોન ઉપર બાળકનું નામ ‘દિવ્યરાજ’ પાડી જ દીધું હતું, કારણ કે સ્વામીશ્રીને અન્ય કોઈ દ્વારા એ સમાચાર પહેલાં જ મળી ચૂક્યા હતા. સ્વામીશ્રીને તે યાદ હતું અને તેથી જ ફરી તેનું તે જ નામ પાડ્યું હતું !