પ્રેરણા પરિમલ
ભગવાનના કામમાં કેટલી સ્પૃહા !
ગોંડલમાં અન્નકૂટ પછી, એક બે દિવસ બાદ સ્વામીશ્રી કોઠાર પાસેથી નીકળતા હતા. ત્યાં ભક્તિકિશોર સ્વામીને હર્ષદ રાણા વગેરે હરિભક્તો સાથે બેઠેલા જોઈ સ્વામીશ્રી તે તરફ વળ્યા ને સૌ વચ્ચે બિરાજ્યા. અન્નકૂટની જ સાધન-સામગ્રી એકત્રિત કરવાની સેવા ચાલતી હતી. સંતોને સ્વામીશ્રીએ પૂછ્યું : 'બધાં વાસણો મળી ગયાં ?'
'આમ તો બધાં જ મળી ગયાં પણ બે-ત્રણ ડિશો ને વાટકીઓ ખૂટે છે.'
'બરાબર ચેક કરો. એક એક રૂમમાં (ઉતારામાં) પાંચ પાંચ વખત જવું.'
'કદાચ ગણતરીમાં ભૂલ હોય તેથી અમે વિચારતા હતા કે ફરી વાર ગણી લઈએ.' સંતોએ કહ્યું.
સ્વામીશ્રીએ વાતનો દોર પકડી પોતાનો અનુભવ કહેવા લાગ્યા, 'એ વાત બરાબર છે. છેલ્લે મૂકતી વખતે ડબલ વખત ગણાવી જ જોઈએ. અમે ગોદડાં લાવતા ત્યારે તઈણ-તઈણ-ચચાર વખત ગણતા. લેવા જઈએ ત્યાં ગણીએ. ઉતારતી વખતે ગણીએ ને જ્યાં ઢગલી કરીએ ત્યાં પણ ગણી લઈએ. પાછા ચઢાવતી વખતે પણ ગણીએ ને સાથે માણસ મોકલીએ. સમૈયો થઈ રહ્યા પછી ઉતારે ઉતારે બે ગોદડાં સારુ પાંચ-પાંચ આંટા મારવા પડે. ટાંગા ઢીલા થઈ જાય. માંડવો બાંધવામાં સૌને ઉમંગ પણ પછી છોડવો અઘરો. આપણે જ આંટા મારવા પડે. એટલે તમારે ૨-૩ વાટકા ઓછા થયા એમાં બધા ઉતારા જોવા પડશે.'
પછી હસતાં હસતાં બોલ્યા, 'મહારાજે ત્યાગનો પક્ષ મોળો કરાવીને ખેતીવાડી-બાગબગીચા કરાવ્યાં છે, એટલે એમની આજ્ઞામાં પ્રવૃત્તિ એ નિવૃત્તિ જ છે... અટલાદરામાં મજૂર ન મળે ત્યારે અમેય ખેતરે જતા, કરબડીઓ લેવી પડતી. અહીં ગોંડલમાં મગફળી લેવા પણ જતા. એટલે આજ્ઞાથી થાય એ નિર્ગુણ થઈ જાય.'
નિઃસ્પૃહ છતાં ભગવાનના કામમાં કેટલી સ્પૃહા !
Vachanamrut Gems
Loyã-13:
Greatness is By the Association of God
"Of course, by considering their association with God, it is acceptable to endow greatness upon anyone. Brahmã, Shiv, Nãrad, the Sanakãdik and Uddhav can all be called God because of their association with God. At present, even a sãdhu like Muktãnand Swãmi can be considered to be like God because of his association with God. Without God, however, even Akshar cannot be called God - let alone anyone else…"
[Loyã-13]