પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 3-4-2017, દાર-એ-સલામ
પૂજામાંથી પરત ફરતાં ગાડીમાં અમૃતસ્વરૂપદાસ સ્વામીએ સ્વામીશ્રીને પ્રશ્ન પૂછ્યો કે ‘આપ પૂજા પછી તો સભામાં બેઠેલા તમામને હાથ જોડી ‘જય સ્વામિનારાયણ’ કરો જ છો. અને થોડી ક્ષણો પછી જ્યારે પુનઃ પૂજા પછી ઉતારે પધારતા હો ત્યારે પણ એટલા જ ભાવથી, એટલી જ શાંતિથી ફરી હાથ જોડી ‘જય સ્વામિનારાયણ’ કરો છો ?’
‘તૃપ્તિ જ થતી નથી.’ સ્વામીશ્રી સહસા વચ્ચે જ બોલી ઊઠ્યા.
હાથ જોડવામાં તૃપ્તિ ન થાય એવા પુરુષ દુનિયામાં કેટલા ?
Vachanamrut Gems
Gadhadã II-11:
Consequences of Perceiving a Flaw in a Devotee
"Therefore, if in any way a person perceives a flaw in a devotee of God who, by God's command, performs karmas for the purpose of pleasing God, then adharma and its retinue will enter and reside in the perceiver's heart."
[Gadhadã II-11]