પ્રેરણા પરિમલ
આ અમારા નિયમ
સને ૧૯૭૭ના પ્રવાસ દરમ્યાન પૂર્વ આફ્રિકાના ટાન્ઝાનિયા દેશના રાષ્ટ્રપ્રમુખ જુલીયસ ન્યરેરે પ્રમુખસ્વામી મહારાજ સાથેની મુલાકાતથી અતિશય પ્રસન્ન અને પ્રભાવિત થયા. અંતે તેમણે વિનંતી કરી : 'મારાં નેવું વર્ષનાં વૃદ્ધ માતાને આશીર્વાદ આપવા કૃપા કરી પધારો, તેનું ભલું થાય.' પરંતુ સ્વામીશ્રીએ સાથેના હરિભક્તોને તત્કાળ જણાવ્યું : 'તેમને કહો કે અમે દીક્ષા લીધી છે, એટલે અમારા માટે ભગવાન સ્વામિનારાયણે નિયમ આપ્યા છે કે અમારે સ્ત્રીની સાથે સીધો સંબંધ ન રખાય.' રાષ્ટ્રપ્રમુખ નારાજ થશે એવી બીકે હરિભક્તો સહેજ ખચકાયા, ત્યારે જરા પણ સ્થિરતા ગુમાવ્યા વિના ફરી મક્કમપણે સ્વામીશ્રીએ કહ્યું, 'નિયમની વાત કરવામાં ગભરાવું શા માટે ? તેમને કહો કે અમે આશીર્વાદ અને શુભેચ્છા આપીએ છીએ કે તેમને સારું થાય, પરંતુ રૂબરૂ મળવાનું શક્ય નહીં બને.' સ્વામીશ્રીના આ નિયમનું હરિભક્તોએ રાષ્ટ્રપ્રમુખને સ્થાનિક સ્વાહિલી ભાષામાં બધું સમજાવ્યું. રાષ્ટ્રપ્રમુખે પણ સહર્ષ કદર કરી અને એમણે માતાલક્ષી પોતે સ્વામીશ્રીના આશીર્વાદ લીધા અને માતાને આશીર્વાદ મળ્યાનો સંતોષ અનુભવ્યો.
Vachanamrut Gems
Loyã-16:
The Method for Eradicating Egotism
"… Therefore, whosoever wishes to eradicate egotism should realise the greatness of God and the Sant."
[Loyã-16]