પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 5-12-2010, મુંબઈ
મુંબઈ ખાતેની આ પ્રથમ સવાર છે. આજે વળી રવિવાર છે. તેરમા માળથી બંને બાજુએ દરિયો સ્પષ્ટ દેખાય છે. જો કે વહેલી સવારના ધુમ્મસિયા વાતાવરણનો અવરોધ તો ખરો જ, પરંતુ જેમ જેમ સૂર્ય ચડતો જાય એમ એમ મંુબઈ ઉપરથી ધુમ્મસનો પડદો ઊઠતો જાય છે. અહીં સ્વામીશ્રીના સ્વાસ્થ્ય પરીક્ષણ ન થાય ત્યાં સુધી લગભગ બધા જ કાર્યક્રમ સ્થગિત કરી દેવામાં આવ્યા છે.
સ્વામીશ્રી 8:00 વાગે પરવાર્યા, રૂમની બહાર પધાર્યા. પૂર્વ દિશામાંથી આવતાં કોમળ કિરણોએ સ્વામીશ્રીના શ્રીઅંગ ઉપર સૌથી પહેલો અભિષેક કર્યો. સ્વામીશ્રી મોટી લિફ્્ટ દ્વારા નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મંદિરમાં ઠાકોરજીનાં દર્શન માટે પધાર્યા. સામેના અક્ષર ભુવનમાં સૌથી પહેલાં નીલકંઠ વર્ણીનાં અભિષેક-દર્શને પધાર્યા. અહીં બેઠેલા હરિભક્તો ઉપર દૃષ્ટિ કરીને સ્વામીશ્રી મંદિરના ઘુમ્મટવાળા ભાગ ઉપર પધાર્યા. અહીં પણ બેઠેલા તમામને શાંતિથી સ્વામીશ્રીના દર્શનનો લાભ મળ્યો. હનુમાનજી તથા ગણપતિજીનાં દર્શન કરીને સ્વામીશ્રી વ્હીલચૅરમાંથી ઊભા થયા. ઘનશ્યામ મહારાજનાં દર્શન કરી રહ્યા પછી સ્વામીશ્રીની નજર જમણી બાજુ બેઠેલા હરિભક્તો તરફ ગઈ. સ્વામીશ્રી એ તરફ ચાલવા લાગ્યા એટલે નારાયણચરણ સ્વામી કહે : ‘ત્યાં એટલા જ હરિભક્તો બેઠા છે. અહીંથી આપનાં દર્શન થઈ ગયા.’
સ્વામીશ્રી કહે : ‘મારે ત્યાં જવું છે.’
હરિભક્તો પ્રત્યે સ્વામીશ્રીનું આ ખેંચાણ એ તેઓની આત્મીયતા હતી, સૌને રાજી કરવાની વૃત્તિ હતી. જોકે સામે છેડે તેઓની અવસ્થા અને સ્વાસ્થ્યની મર્યાદા પણ હતી. એટલે જ છેલ્લે વ્હીલચૅરમાં વિરાજીને પણ સ્વામીશ્રી ત્યાં પધાર્યા અને નવા બુક-સ્ટોલ તરફ તથા પ્રદક્ષિણામાં બેઠેલા હરિભક્તોને દર્શન આપ્યાં ત્યારે જ તેઓને સંતોષ થયો.
સ્વામીશ્રી પ્રત્યેક પળે સૌને રાજી કરવા તત્પર હોય છે, કારણ કે તેઓ ભક્તવત્સલ છે.
Vachanamrut Gems
Gadhadã II-54:
Satsang; the Greatest Spiritual Endeavour
“… This implies that of all spiritual endeavours, satsang is the greatest. But what are the characteristics of one who regards satsang as the greatest spiritual endeavour?” The munis answered according to their understanding, but none could give a precise answer. So Shriji Mahãrãj replied, “One who regards satsang as the greatest spiritual endeavour is profoundly attached only to the Sant of God. For example, if a king who is childless receives a son in old age, then even if that son swears at the king or misbehaves, for example, by pulling his moustache, the king would not find faults in him. Even if the son hits another child or causes problems in the village, still the king would never attribute faults to his child. Why? Because the king is profoundly attached to his son. Likewise, only one who develops such profound attachment for the Bhakta of God has realized satsang to be the most redemptive of all spiritual endeavours.”
[Gadhadã II-54]