પ્રેરણા પરિમલ
તપ કરે તો મંદિર જલ્દી થાય...
જન્માષ્ટમીનો દિવસ હતો. નિર્જળ ઉપવાસનો દિન. લંડન મંદિરમાં પ્રાતઃપૂજા પછી માઇક હાથમાં લઈ સ્વામીશ્રી કહેવા લાગ્યા, 'આજે જન્માષ્ટમીનો દિવસ એટલે બધાને નિરાંત. એ...ય... ભજન, કથાવાર્તા, સેવા થયા કરે.' સત્સંગ મંડળના મોવડી સી.એમ. પટેલ કંઈક પ્રસ્તાવ મૂકે તે પહેલાં તો સ્વામીશ્રીએ વાત ઉપાડી લીધી.
'આજે ફરાળ નહિ ?' સી.એમ. પટેલે સ્વામીશ્રીને વચમાં જ પ્રશ્ન કર્યો.
'ભગવાનના જન્મોત્સવમાં એટલો આનંદ આનંદ થઈ જાય કે ખાવા-પીવા, હરવા-ફરવાનું ભુલાઈ જ જાય. ભજન જ કરવાનું. બીજું કાંઈ નહિ.' સ્વામીશ્રીએ પોતાની મરજીને મજબૂત કરતાં કહ્યું.
'આ બધા સંતો ફરી ક્યારે આવશે ? એમને નિર્જળા ઉપવાસના બદલે ફરાળ કરાવો.' સી.એમ. પટેલે પોતાનો આગ્રહ ચાલુ રાખ્યો.
'ના, રહેવા દ્યો. સંતો અહીં તપ કરે તો મંદિર જલદી થઈ જાય. આજે તો જે સશક્ત છે એ બધા હરિભક્તો પણ નિર્જળા ઉપવાસ કરજો. બે કિલો (બહુ) બળ મળશે. સહેજે જ જોગ આવ્યો છે તો બરાબર લાભ લેજો.' સ્વામીશ્રીએ છેલ્લું વાક્ય પૂરું કરતાં, વચનામૃત વંચાવવાનું શરૂ કર્યું.
'મંદિર જલદી થઈ જાય' એમાં તો નાનામોટા સૌનેય રસ હતો. તેથી તેનું નિમિત્ત લઈ સ્વામીશ્રીએ સૌને ઉત્સાહિત કર્યા. તપથી જ ભગવાનની પ્રસન્નતા ને એથી જ કાર્યની સિદ્ધિ એવા શ્રીજીસિદ્ધાંતને મોટાપુરુષ વગર કોણ પુષ્ટ કરે ?
Vachanamrut Gems
Loyã-14:
Shriji Maharaj Gets Along With Those...
"Also, I only get along with one who has no swabhãvs, i.e., lust, anger, avarice, affection, egotism, jealousy, hypocrisy, deceit, cravings for taste, etc.; one who observes dharma as prescribed in the Dharma-shãstras; and one who has bhakti towards God. I enjoy the company of only such a person. If a person is not like that, then I do not get along with him, even if he is staying close to Me. In fact, I feel an aversion towards him."
[Loyã-14]