પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 4-12-2010, મુંબઈ
મુંબઈ પધાર્યા પછી સ્વામીશ્રી પહેલી વખત નવા બંધાયેલા ઉતારામાં પધારી રહ્યા હતા. તેરમે માળે સ્વામીશ્રીનો ઉતારો હતો.
રાત્રે 9:40 વાગે વિખ્યાત કાર્ડિયોલોજિસ્ટ ડૉ. અશ્વિનભાઈ બી. મહેતા સ્વામીશ્રીને તપાસવા માટે આવ્યા. તેઓ કોલકાતા હતા અને સ્વામીશ્રીને તપાસવા માટે જ વહેલી ફ્લાઇટ લઈને આવ્યા હતા. આજે તેઓને ઝાડા જેવું હતું, છતાં ન ગણકારીને ખાસ સ્વામીશ્રી માટે જ તેઓ આવ્યા હતા. સ્વામીશ્રી પાસેથી આખો ઘટનાક્રમ સાંભળ્યા પછી સ્વામીશ્રીને પલંગ ઉપર સુવડાવવામાં આવ્યા અને સુવડાવીને બધી જ તપાસ કરીને બહાર પધારીને થોડોક વિમર્શ કર્યા પછી પુનઃ તેઓ સ્વામીશ્રી પાસે આવ્યા ને સ્વામીશ્રીને કહે : ‘ચિંતાજનક કશું નથી. કાલે થોડાક ટેસ્ટ કરી લઈશું, પછી ખબર પડશે કે આગળ શું કરવું છે. અત્યારે ખાલી એક ગોળી બદલીશું એટલે વાંધો નહીં આવે.’
સ્વામીશ્રી થોડાક આર્દ્રભાવે કહે : ‘તમને વારે વારે હેરાન કરીએ છીએ.’
આ સાંભળતાં જ અશ્વિનભાઈ એકદમ ગળગળા થઈ ગયા અને કહે : ‘બાપા ! એમાં હેરાન કરવાની વાત જ ક્યાં છે ? આ તો અમારી ફરજ છે. અને અમને આપ સેવા આપો છો.’
તેઓ આગળ કંઈ બોલી ન શક્યા. બહાર નીકળ્યા પછી યોગીચરણ સ્વામીને કહે : ‘બાપા બાળક જેવા નિર્દોષ છે.’
Vachanamrut Gems
Vartãl-19:
Whatever a Devotee Wishes for Comes True
“Also, whatever a devotee of God wishes for comes true. Therefore, it is his great indiscretion when he, out of ignorance, desires any object other than God. That is why a devotee of God should consider the pleasures and delights of the 14 realms to be like the excreta of a crow. He should bear strong affection – by thought, word and deed – only towards God and God’s Bhakta. He should believe, ‘If, perhaps, a devotee of God has some desires remaining in him other than those of God, he will still attain the status of Indra or will attain Brahmalok, but unlike worldly people, he will certainly not pass through the cycle of births and deaths or go to narak. If that is so, then how can one describe the greatness of God and the bliss enjoyed by a true devotee of God?’ Therefore, a devotee of God should maintain deep affection only for God.”
[Vartãl-19]