પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૫૮
ગોંડલ, તા. ૨૪-૨-'૬૧
જ્યારે પણ કંઈ સ્વાસ્થ્યની તકલીફ પોતાને જણાય ત્યારે યોગીજી મહારાજ અક્ષરદેરીમાં અથવા ઘનશ્યામ મહારાજ પાસે પ્રાર્થના કરવા સેવકને આજ્ઞા કરે. ઘણું ખરું તો પોતાને અસહ્ય દુઃખ હોય ત્યારે જ સ્વામીશ્રી જણાવે, નહિ તો સહન જ કરી લે. આજે બપોરે સ્વામીશ્રી નિર્ગુણ સ્વામીને કહે, 'દેરીમાં પ્રાર્થના કરો, ઝટ સાજા થઈ જવાય.'
'જેને પ્રાર્થના કરવી છે તે તો રોગ ગ્રહણ કરીને બેઠા છે !' મધુ ભગતે વચમાં કહ્યું.
'એમ ન કહેવું.'
'આપ ગુણાતીત ખરા કે નહિ !'
'એમ ન કહેવું.'
'આપ ભગવાનનું સ્વરૂપ ખરા કે નહિ !'
'એમાં ના નહિ.' ભક્તના પ્રશ્નની આંટીઘૂંટીમાં આવી જતા સહજભાવે સ્વામીશ્રી બોલી ઊઠ્યા અને પોતાના ભગવત્સંબંધની પ્રતીતિ સૌને કરાવી.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-60:
Suffering of Other Devotees Distresses a True Devotee
“… Thus, only an outcast or a non-believer would not feel hurt when a devotee of God encounters some sort of misery, but a devotee of God would definitely become distressed by the suffering of other devotees.”
[Gadhadã II-60]