પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 16-12-2010, મુંબઈ
એક યુવાન ભાવિકનો ફોન આવ્યો. તેઓને રાત્રે ઊંઘ આવતી ન હતી અને ગોળી લેવી પડતી હતી. સ્વામીશ્રીને કહે : ‘આખી જિંદગી ગોળી જ ખાવાની ?’
સ્વામીશ્રી કહે : ‘આપણે આવા વિચાર કરવાના જ નથી.’
એ મુમુક્ષુ કહે : ‘અત્યાર સુધી ન કરવાનાં ઘણાં કામ થયાં છે, એનું આ સહન કરવું પડશે એવું લાગે છે.’
સ્વામીશ્રી તરત જ કહે : ‘આ બધું તું દરિયામાં ફેંકી દે.’
‘પૂજામાં પણ આ વિચારો આવે છે.’
સ્વામીશ્રી કહે : ‘એ બધંુ મૂકીને ભગવાનને સંભાર.’
મુમુક્ષુ કહે : ‘હું વિચારો કાઢવાનો પ્રયત્ન કરું છું, પણ થતું નથી. પહેલેથી માળા કરેલી નહીં, એટલે માળા કરવામાં કંટાળો આવે છે.’
સ્વામીશ્રી કહે : ‘માળા કરતો રહેજે, વાંધો નહીં આવે. ભગવાનને પ્રાર્થના કરીશું. બધું ભૂલી જજે.’
સ્વામીશ્રીએ આવા અનેકના હામી થઈને તેઓના જીવનમાં શાંતિનો શ્વાસ ભરી આપ્યો છે.
Vachanamrut Gems
Gadhadã I-34:
Happiness and Misery
"Therefore, the happiness and misery experienced by a non-believer is determined by his own karmas. As for a devotee of God, whatever misery he suffers is due to negligence in observing God's injunctions for the sake of worthless objects; and whatever happiness he does experience is a result of following the injunctions of God."
[Gadhadã I-34]