પ્રેરણા પરિમલ
જ્યાં ભાષાનાં બંધન સ્પર્શતાં નથી
લંડનના બી.એ.પી.એસ. કિશોર મંડળના સભ્ય ધવલ ઘનશ્યામભાઈ પટેલ તથા અન્ય કિશોરો પ્રમુખસ્વામી મહારાજનો લાભ લેવા માટે ભારત આવ્યા હતા. ધવલે સ્વામીશ્રી સમક્ષ એક પત્ર વાંચ્યો. એ પત્ર હતો - એન્ડ્રુ સ્ટુઅર્ટ બ્રાઉનનો.
લંડનની બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સ્કૂલના એક બ્રિટિશ શિક્ષક એન્ડ્ર સ્ટુઅર્ટ બ્રાઉનને સ્વામીશ્રી હૃદયમાં વસી ગયા હતા. તેઓ ગુજરાતી જાણતા નથી, પણ તેઓના મનમાં એમ હતું કે સ્વામીશ્રી જે ભાષામાં સૌને આશીર્વાદ આપે છે, એ ભાષા મારે શીખવી અને તેઓની જ ભાષામાં એક પત્ર લખવો છે. આ હેતુથી તેઓએ ગુજરાતી શીખવાનો પ્રારંભ કર્યો. સંતો અને હરિભક્તોને પૂછી પૂછીને તથા ડિક્શનરીના ઉપયોગ દ્વારા તેઓ થોડું ઘણું ગુજરાતી શીખ્યા. ત્યારબાદ તેઓએ સ્વામીશ્રીને એક પત્ર લખ્યો.
ગુજરાતીમાં જાતે જ તેઓએ પત્રમાં જણાવ્યું, 'મને તમારા આશીર્વાદ બહુ જ યાદ આવે છે. મને અહીં ભણાવવાની ઘણી જ મજા આવે છે. આગળ હું સારું કામ કરી શકું, એવા આશિષ આપો.' સ્વામીશ્રીએ તેઓનો આ પત્ર જાતે જ વાંચ્યો અને એ જ પત્રમાં સ્વામીશ્રીએ આશીર્વાદ લખી આપ્યા કે 'બ્રાઉન સાહેબને આશીર્વાદ સહ જય સ્વામિનારાયણ. - શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસ.' અને ઉપરની બાજુ એ અંગ્રેજીમાં લખી આપ્યું, ‘Blessing you’.
સ્વામીશ્રીના સહજ સાંનિધ્યમાં અનેક રીતે લોકો પ્રેરણાના પીયૂષ પીતા રહ્યા છે. (તા. ૧૪-૦૭-૨૦૦૬, બોચાસણ )
Vachanamrut Gems
Panchãlã-3:
The Intelligence
"… In comparison, someone else may possess only a little intelligence, but if, after realising his own flaws, he attempts to eradicate them, then even his limited intelligence is useful in attaining liberation. In fact, only he can be called intelligent…"
[Panchãlã-3]